અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં 236 જેટલા મુસાફરોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતાં. અમદાવાદ એરપોર્ટથી પ્લેન જ્યારે ટેક ઓફ થયું ત્યારે થોડી ક જ ક્ષણોમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનાને કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ફાયર વિભાગ અને પોલીસની ગાડીઓ રોડ પર દોડતી જોવા મળી હતી. આ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે કેટલાક મોટા માથા પણ આ પ્લેનમાં સવાર હોવાનું પણ મુસાફરોની યાદીમાં જાણવા મળ્યું છે.


વિજય રૂપાણી સહિત આ લોકોના મોત

એર ઈન્ડિયાના AI171 વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્ગો મોટરના પ્રમુખ નંદા પરિવાર સાથે તેમજ લુબીના ડાયરેક્ટર સુભાષ અમિન પણ તેમના પરિવારના સભ્ય સાથે મુસાફરી કરી રહ્યાં હતાં. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ પોલીસે ઈજાગ્રસ્તોની જે યાદી જાહેર કરી છે તેમાં આ મુસાફરોના નામ નથી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પણ સંકેત આપતાં કહ્યું હતું કે, લંડન જતી ફ્લાઈટમાં વિજય રૂપાણી પણ સવાર હતાં અમારા માટે આ અત્યંત મોટી ખોટ છે.

આ બિઝનેસ ગ્રુપના પરિવારનું મોત

આ વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની લીક થયેલી યાદીમાં નેહા પ્રમુખ નંદા, પ્રમુખ પ્રવેશ નંદા અને પ્રયાશ પ્રમુખ નંદાનાનામો ખુલ્યા છે. લીક થયેલી યાદીમાં એવી પુષ્ટી થઈ છે કે, નંદા પરિવારના ત્રણ સભ્યો ખરેખર બોઇંગ 787 ડ્રીમલાઇનરમાં મુસાફરી કરી રહ્યા હતા. બીજી તરફ લુબીના ડાયરેક્ટર પણ તેમના પરિવારના સભ્યો સાથે આ પ્લેનમાં મુસાફરી કરતા હોવાનું લીક યાદી પરથી જાણવા મળે છે. આ ફ્લાઇટમાં 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય નાગરિકો અને 53 બ્રિટિશ નાગરિકો અને એક કેનેડા તેમજ એક પોર્ટુલગના નાગરિકનો સમાવેશ થાય છે.


  • Follow us on: