ભલે પ્લેન ક્રેશની સંખ્યા રોડ અને ટ્રેન અકસ્માતની તુલનામાં ઓછી હોય પરંતુ પ્લેન ક્રેશમાં મૃતકોની સંખ્યા સૌથી વધુ હોય છે. કારણ કે વિમાન દુર્ઘટનામાં મુસાફરોની બચવાની શક્યતા નહિવત હોય છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઇ છે. જેમાં મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પાયલોટ, ક્રૂ મેમ્બર, મુસાફરો અને પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયુ છે. બચાવ કાર્ય હાલ પણ ચાલુ છે. ટેક ઓફ બાદ પ્લેન તુરંત ક્રેશ થયુ હતુ.


દુર્ઘટનાની સ્થિતિ પર નિર્ભરતા

ફ્લાઇટ ટેક ઓફ કર્યાના થોડા સમયમાં આગમાં પરિવર્તીત થાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, કેટલા સમયમાં યાત્રીઓ પોતાનો જીવ બચાવી શકે છે. કેટલો સમય તેમના માટે જીવનદાન આપી શકે છે. જ્યારે પણ કોઇ વિમાન દુર્ઘટના થાય છે. ત્યારે તેમા સવાર યાત્રીઓના બચવાની સંભાવના તેમની દુર્ઘટનાની સ્થિતિ પર નિર્ભર હોય છે. રિપોર્ટ મુજબ માત્ર 90 સેકન્ડમાં યાત્રીઓએ પોતાનો જીવ બચાવવાનો હોય છે. કારણ કે વિમાનમાં એટલું ફ્યૂલ હોય છે કે તેમાં ક્યારેપણ બ્લાસ્ટ થઇ શકે છે.

પ્લેનની ગતિનો આધાર મહત્ત્વનો

કઇ ગતિએ પ્લેન ક્રેશ થયુ છે. તે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો પ્લેનની ગતિ વધારે હોય છે તો મુસાફરોની બચવાની સંભાવના ઓછી થઇ જાય છે. અને જો ગતિ ઓછી હોય અને યાત્રી આપાતકાલીન બેઠક પાસે બેસેલો હોય તો તેની બચવાની શક્યતા વધી જાય છે. 

  • Follow us on: