75 વર્ષ પહેલા 12 જૂનના રોજ એક મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા હતા. અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ છે. અને મોટાભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આ ફ્લાઇટમાં મોટા ભાગના ભારતીય અને બ્રિટિશ નાગરિક સામેલ હતા.


75 વર્ષ પહેલા થઇ હતી મોટી દુર્ઘટના

12 જૂન 2025ની તારીખને કાળા અક્ષરથી લખવામાં આવશે. બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી મેઘાણી નગરના વિસ્તારમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ હતી. આ પ્લેન મેડિકલ કોલેજ પર પડ્યુ હુતુ. જેમાં 10 ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રીઓ સવાર હતા. ફ્લાઇટ ટેક ઓફ કરે અને બાદમાં ક્રેશ થાય છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ પાયલોટે ખામી અંગે સંકેત પણ આપ્યા હતા. આ ફ્લાઇટમાં 169 ભારતીય નાગરિક અને 53 બ્રિટિશ નાગરિક સામેલ હતા.

12 જૂન 1950ના રોજ શું થયુ હતુ ?

75 વર્ષ પહેલા 12 જૂન 1950ના રોજ એયર ફ્રાંસ ડગલસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ ઘટના અરબ સાગર પાસે બહરીન એરપોર્ટ પર થઇ હતી. જેમાં 46 લોકોના મોત થયા હતા. વિમાન સાઇગોનથી પેરિસની ઉડાણ ભરી રહ્યુ હતુ. અને કરાંચીમાં સ્ટોપ કર્યા બાદ બહરીન જવા રવાના થવાનું હતુ. આ દુર્ઘટનામાં માત્ર 6 લોકોના જીવ બચ્યા હતા. તપાસ બાદ માલૂમ પડ્યુ હતુ કે, આ ઘટનામાં પાયલોટે કોમ્યુનિકેશન વ્યવસ્થિત ન કરતા દુર્ઘટના સર્જાઇ હતી. 

  • Follow us on: