અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટની કામગીરી કરાઈ રહી છે જેમાં અત્યાર સુધી 185 DNA સેમ્પલ કલેક્ટ કરાયા છે, પાલનપુરના દંપત્તિનું પ્લેન ક્રેશમાં થયું છે મોત અને રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કરનું મોત થયું છે, લંડનમાં દીકરાને ઘરે જઇ રહ્યું હતું દંપત્તિ અને લાભુબેનના બહેનના DNA સેમ્પલ લેવાયા છે.


વિમાન દુર્ઘટનાના મૃતકોને શંકરાચાર્યએ શ્રદ્ધાંજલિ પાઠવી

વિમાન દુર્ઘટનાના મૃતકોને શંકરાચાર્યએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને પાઠવી સાંત્વના, મૃતકોને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સ્થાન મળે અને મૃતકોની આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થનાઃ શંકરાચાર્ય.

બીજે મેડિકલમાં પ્લેન ક્રેશ થતા તબીબોના મોત

બીજે મેડિકલના મેસમાં પ્લેન ક્રેશ થતા 4 ડોક્ટરોના મોત થયા હોવાની વાત સામે આવી છે, બીજે મેડિકલના ડીન મીનાક્ષી પરીખનું નિવેદન સામે આવ્યું છે કે, 5 તબીબ ગંભીર છે અને 13 તબીબોને સામાન્ય ઇજા પહોંચી છે, મેસમાં તબીબના 1 સંબંધીનું પણ મોત થયું છે, ડીને વધુમાં કહ્યું કે 3 લોકો મિસિંગ છે અને 2 તબીબોની હાલત વધારે ગંભીર છે.

રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલનું પ્લેન ક્રેશમાં મોત

રાજપથના ડિરેક્ટર દિલીપ પટેલનું પ્લેન ક્રેશમાં મોત થયું છે, પત્ની મીના પટેલ સાથે લંડન જવા નીકળ્યા હતા અને એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં દંપતીનું થયું મોત.

ટાટા ગ્રુપે મૃતકોના પરિવારને 1 કરોડની સહાય જાહેર કરી

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા ટાટા ગ્રુપે મૃતકોના પરિવારને 1 કરોડની સહાય જાહેર કરી. સાથે જ જે મેડિકલ હોસ્ટેલ પર પ્લેન પડ્યું હતું તે BJ મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પણ બનાવી આપવાની જાહેરાત કરી છે.


  • Follow us on: