હત્યારો તેની ભૂલના કારણે પકડાયો છે. આ ત્રણ ભૂલ પોલીસ માટે પુરાવા સમાન સાબિત થઇ છે.
મર્ડર મિસ્ટ્રી ઉકેલાઇ
દિલ્હીના IRS અધિકારીની પુત્રીની બુધવારે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ઘરના નોકર તરફ શંકા સોય હતી. પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે સમગ્ર રહસ્ય ઉકેલાયુ હતુ. આરોપીએ ત્રણ ભૂલ કરીને પોલીસને કેસ ઉકેલવામાં મદદ કરી હતી. તેમાં ચોરીનો મોબાઇલ ફોન, હોટલનું WiFi અને ઇન્સ્ટાગ્રામ ચેટ આરોપી માટે જાળ બન્યા હતા. પોલીસે ડિજિટલ સર્વિલન્સ અને CCTV ફૂટેજના આધારે આરોપીને ટ્રેક કર્યો હતો. અને દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી.
ટેક્નોલોજી સાબિત થઇ મદદરૂપ
આરોપી રાહુલ મીણા હત્યા બાદ પૈસા લઇને ફરાર થયો હતો. અને પોતાની જાતને પોલીસથી બચાવી રહ્યો હતો. પરંતુ પોલીસે ડિજિટલ ટેક્નોલોજીથી આરોપીની સરળતાપૂર્વક ધરપકડ કરી હતી. આરોપીએ સૌ પ્રથમ ઘરની રેકી કરી હતી. ઘરના સભ્યો વિશે માહિતી મેળવી હતી અને બાદમાં સમય પણ એવો નક્કી કર્યો હતો કે જેનાથી તે ઘટનાને અંજામ આપી શકે. પરંતુ તેના દ્વારા લેવાય પગલા પોલીસ માટે મદદગાર સાબિત થયા હતા.
માત્ર 3 ભૂલ અને આરોપી જેલમાં
1. ચોરીનો મોબાઇલ ફોન
2. હોટલનું WiFi
3. ઇન્સ્ટાગ્રામ ચેટ
1. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપી પાસે તેનો ફોન ન હતો. તેણે રાજસ્થાનના અલવરથી આ ફોન ચોરી કર્યો હતો. અને તેનો ઉપયોગ કરી રહ્યો હતો. આ તેની પ્રથમ ભૂલ હતી. ચોરીનો ફોન પહેલાથી જ ટ્રેક પર હતો. જેનાથી લોકેશન અને ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી.
2. આરોપી હોટેલમાં રોકાયો હતો અને ત્યાંનું WiFi ઉપયોગમાં લીધુ હતુ. આરોપી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રોકાયો હતો. પોલીસે IPDR દ્વારા લોકેશનને ટ્રેસ કર્યુ હતુ. અને તેની ધરપકડ કરાઇ હતી.
3. ત્રીજી ભૂલ હતી સોશિયલ મીડિયાનો ઉપયોગ. આરોપીએ ગુરુગ્રામમાં રહેનાર સંબંધી સાથે ઇન્સ્ટાગ્રામથી ચેટ કરી હતી. પોલીસે ડિજિટલ સર્વિલન્સ દ્વારા આ ચેટને ટ્રેક કરી હતી. અને મહત્ત્વની માહિતીઓ મેળવી હતી. અને આ કડી દ્વારા પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
આ પણ વાંચોઃ માત્ર 25 દિવસમાં અમેરિકી સેનાના 4 અધિકારી સસ્પેન્ડ, આર્મીની સ્થિતિ અંગે માહોલ ગરમાયો













