પોલીસે જ્યારે આરોપી રાહુલ મીણાની પૂછપરછ કરી ત્યારે તેણે હત્યા પહેલા પણ વધુ એક ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યુ હતુ.

રેપ, હત્યા અને લૂંટને અંજામ

દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યાથી સમગ્ર દેશમાં ચકચાર છે. આ ઘટનાના આરોપી રાહુલ મીણાને પોલીસે ટેક્નોલોજીના માધ્યમથી ગણતરીના કલાકોમાં પકડ્યો હતો. આરોપીની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેણે જે કહ્યુ તે રાક્ષસી મગજને છતુ કરે છે. તેણે 41 મિનિટ સુધી ઘરમાં ખૂની ખેલ ખેલ્યો હતો. આરોપીએ મૃતકના ફિંગરપ્રિન્ટથી લોકર ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. આ 41 મિનિટમાં તેણે રેપ, હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો.

આરોપી પાસે હતી તમામ માહિતી

પોલીસ તપાસમાં તેણે કહ્યુ હતુ કે, તેની પાસે તમામ માહિતીઓ હતી. યુવતીના માતા-પિતા સવારે જિમ જાય છે. તે બુધવારે સવારે 6-30 કલાકે સોસાયટીમાં ઘુસ્યો હતો. ત્યારે સ્થાનિક ડ્રાઇવર અને દુકાનદારે તેને ટોક્યો હતો. ત્યારે આરોપીએ બહાનુ બનાવીને તે લોકોને ગુમરાહ કર્યા હતા. બાદમાં સવારે 6-39 કલાકે એક્સ્ટ્રા ચાવીથી લોક ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો. UPSCની તૈયારી કરી રહેલી યુવતી પર તેણે હુમલો કર્યો હતો. વિરોધ કરતા આરોપીએ પીડિતા પર લેમ્પ દ્વારા હુમલો કર્યો હતો. બેહોશી અને લોહીલુહાણની હાલતમાં રાહુલે તેની સાથે રેપ કર્યો હતો.

મૃતકના ફિંગરપ્રિન્ટથી લોકર ખોલવાનો પ્રયત્ન

આરોપી લૂંટના ઇરાદાથી આવ્યો હતો. હત્યા બાદ રાહુલ યુવતીને ઢસડીને નીચે લાવ્યો હતો. તે યુવતીના ફિંગરપ્રિન્ટથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ મોત થઇ જતા શરીરમાં બાયોમેટ્રિક્સ કામ કરી રહ્યુ ન હતુ. પરંતુ બાદમાં તેણે લોકર તોડી નાંખ્યુ હતુ અને તેમાં રહેલા 2.5 લાખ રૂપિયા રોકડ અને ઝવેરાત ચોરી કરીને ફરાર થયો હતો. ઘરમાં લોહી અને બુટના નિશાનથી પકડાઇ જવાની બીકે તેણે મૃતકના ભાઇના કપડા અને ચપ્પલ પહેર્યા હતા. અને સવારે 7-20 કલાકે ઘરની બહાર શાંતિથી નિકળી ગયો હતો. સીસીટીવીમાં તેના ફૂટેજ કેદ છે.

આરોપીની પૃષ્ટભૂમિકા

આરોપી રાહુલ મીણા ઓનલાઇન પત્તાની ગેમમાં સટ્ટાબાજી કરતો હતો. અને તેમાં તેને લાખો રૂપિયાનું દેવુ થઇ ગયુ હતુ. આ દેવુ અને નોકરીમાંથી કાઢી નાંખતા તે આરોપી બન્યો હતો. દિલ્હી હત્યા કેસના એક દિવસ અગાઉ તેણે પોતાના મિત્રની પત્નીનો પણ રેપ કર્યો હતો. દિલ્હી મર્ડર કેસની મૃતક 12માં ધોરણમાં ઓલ ઇન્ડિયા ટોપર હતી. અને તે પિતાની જેમ અધિકારી બનવા માટે યુપીએસસીની તૈયારી કરી રહી હતી.

આ પણ વાંચોઃ અધિકારીની પુત્રીનો હત્યારો કેવી રીતે ધકેલાયો સળિયા પાછળ?, જાણો આરોપીની ત્રણ ભૂલ

  • Follow us on: