2001 માં હોટેલ માલિક જયા શેટ્ટીની હત્યા કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને બોમ્બે હાઇકોર્ટે આપેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. 2001માં હોટલ માલિક જયા શેટ્ટીની હત્યા કરાઇ હતી અને તે કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારાઇ હતી. સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ નિકાલજે, જેને છોટા રાજન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને આપવામાં આવેલા જામીન રદ કર્યા છે. અગાઉ બોમ્બે હાઇકોર્ટે છોટા રાજનની આજીવન કેદની સજા રદ કરી હતી પણ હવે હાઇકોર્ટના આ ચૂકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે
છોટા રાજન પહેલાથી જ અન્ય કેસોમાં સજા ભોગવે છે
સુપ્રીમ કોર્ટે કહ્યું, "છોટા રાજન પહેલાથી જ અન્ય કેસોમાં સજા ભોગવી રહ્યો છે અને ન્યાયિક કસ્ટડીમાં છે." એ નોંધવું જોઈએ કે છોટા રાજનને શેટ્ટીના હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આવા વ્યક્તિની સજા શા માટે સ્થગિત કરવામાં આવી?
લાઈવ લો અનુસાર, "જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ (સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા) ની દલીલો સાંભળ્યા પછી આ આદેશ આપ્યો. હતો" જસ્ટિસ મહેતાએ ટિપ્પણી કરી, "ચાર વખત દોષિત ઠરેલા અને 27 વર્ષ સુધી ફરાર રહેલા વ્યક્તિની સજા શા માટે સ્થગિત કરવી?"
છોટા રાજનના વકીલે શું કહ્યું?
છોટા રાજનનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે આ પુરાવા વગરનો કેસ હતો. સીબીઆઈને 71 માંથી 47 કેસમાં કોઈ પુરાવા મળ્યા નથી. એજન્સીએ કેસ બંધ કરી દીધો હતો. જોકે, પૂછપરછ કરતાં, વકીલે સ્વીકાર્યું કે હાલની સજા છોટા રાજનને હત્યાના કેસમાં બીજી સજા હતી. પરિણામે, કોર્ટને છોટા રાજનના જામીન રદ કરવાની ફરજ પડી હતી.
આ 2001નો કેસ શું છે?
દક્ષિણ મુંબઈમાં ગોલ્ડન ક્રાઉન હોટેલની માલિક જયા શેટ્ટીને રાજનની ગેંગ તરફથી ખંડણીની ધમકીઓ મળી રહી હતી. તેણીને પોલીસ સુરક્ષા મળી હતી, પરંતુ તેની હત્યાના બે મહિના પહેલા તે પાછી ખેંચી લેવામાં આવી હતી. 4 મે, 2001ના રોજ શેટ્ટીની તેની ઓફિસની બહાર બે ગેંગના સભ્યોએ ગોળી મારીને હત્યા કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે શેટ્ટી પાસેથી ₹50,000ની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેણીએ ના પાડી દીધી હતી.