કુખ્યાત ગેંગસ્ટર અરુણ ગવલીને નાગપુર સેન્ટ્રલ જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. નાગપુર પોલીસ કડક સુરક્ષાની વચ્ચે અરુણ ગવલીને નાગપુરના ડો. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટ પર લઈને આવી છે. જ્યાંથી અરુણ ગવલી વિમાન દ્વારા મુંબઈ માટે રવાના થશે.
ગવલીને આજીવન કારાવાસની સજા આપવામાં આપી હતી
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કુખ્યાત ગેંગસ્ટર ડેડી ઉર્ફે અરુણ ગવલીના જામીન મંજૂર કર્યા હતા. ગવલી 2007માં મુંબઈના શિવસેનાના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગવલીને જામીન લાંબી કેદને ધ્યાનમાં રાખીને આપ્યા છે. ગવલી 17 વર્ષ કરતા વધારે સમયથી જેલમાં બંધ છે. 2007માં શિવસેનાના કાઉન્સિલરની હત્યા કર્યા બાદ તેને આજીવન કારાવાસની સજા આપવામાં આપી હતી, સાથે જ 17 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે ગવલીની ઉંમરને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અરુણ ગવલીનું મુંબઈમાં પણ ખુબ જ મોટું નામ
ગવલી 2004થી 2009 સુધી મુંબઈના ચિંચપોકલી સીટ પરથી ધારાસભ્ય રહ્યો. તેને 2004માં પોતાની જ પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન જ તેને શિવસેનાના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યા કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટ હવે આ મામલાને સુનાવણી ફેબ્રુઆરી 2026માં કરશે. ગવલીએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેની આજીવન કારાવાસની સજા યથાવત રાખવામાં આવી હતી. અરુણ ગવલીનું મુંબઈમાં પણ ખુબ જ મોટું નામ હતું. એટલું જ નહીં ગવલી પર એક ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું નામ ડેડી છે. આ ફિલ્મ 2017માં બની હતી. આ ફિલ્મમાં અર્જૂન રામપાલે અરુણ ગવલીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે ગવલી અંડરવર્લ્ડ ડોનમાંથી નેતા બની ગયો હતો.