મહારાષ્ટ્રમાં બનેલી કેતન અગ્રવાલ હત્યા કેસે ગુનાખોરીની દુનિયામાં ડિજિટલ પુરાવાઓનું મહત્વ ફરી એકવાર સાબિત કર્યું છે. કેતનનું મૃત્યુ શરૂઆતમાં એક અકસ્માત લાગતું હતું, પરંતુ કેતનની બહેનની સતર્કતા અને ત્યારબાદની પોલીસ તપાસે આ કેસને સંપૂર્ણપણે બદલી નાખ્યો. પરિવારના નિવેદનો અને આરોપી સિયાના વિરોધાભાસી જવાબોએ પોલીસ માટે તપાસના નવા દ્વાર ખોલી દીધા હતા.
બહેને પૂછેલા સવાલમાં જ ગભરાઇ સિયા
જ્યારે પોતાના ભાઇના મોત બાદ જયારે સિયાને તેણી નણંદ એટલે કે તેની બહેને સવાલ કર્યો કે તેનો ભાઇ કેવી રીતે મોતને ભેટ્યો ત્યારે સિયાના જવાબ આપતા સમયે તેના મોઢાં પર સહેજ પણ અફસોસ નહોતો અને બિનદાસ પણ તે જવાબ આપી રહી હતી. બાદમાં કેતનની બહેને તેના પિતાને આ વાત કરી કે સિયા કંઇક છુપાવી રહી છે. ભાઇ પહેલા પણ આવી રીતે ટ્રેકિંગ પર ગયો હતો આવું ક્યારેય નથી બન્યું અને કેતનના પિતાએ કેસને ફરી ખોલાવવાનું કહ્યુ અને સિયા અને ચેતન ચૌધરીના આપેલા ગોળ ગોળ જવાબે રહસ્ય વધુ ગૂંચ્વ્યુ છે.
જાણીજોઈને પોતાનો ફોન દુકાને છોડી દીધો
આ કેસમાં સૌથી વધુ ચર્ચા ચેતન ચૌધરીની ચાલાકીની થઈ રહી છે. ઘટનાના દિવસે એટલે કે 18 જૂને, સવારે 7 વાગ્યાથી સાંજે 5.40 વાગ્યા સુધી ચેતનનો ઇન્ટરનેટ ડેટા સંપૂર્ણ બંધ હતો. તપાસમાં બહાર આવ્યું કે તેણે પોલીસને ગુમરાહ કરવા માટે જાણીજોઈને પોતાનો ફોન પોતાની દુકાનમાં છોડી દીધો હતો. તે પોતાની સાથે દુકાનના એક કર્મચારીનો ફોન લઈને લોહાગઢ પહોંચ્યો હતો, જેથી તેનું લોકેશન ટ્રેસ ન થઈ શકે. પોલીસને જ્યારે શંકા ગઈ ત્યારે તેમણે 18 જૂનના રોજ ચેતનના ફોન પર આવેલા દરેક કોલ કરનાર વ્યક્તિની પૂછપરછ કરી. દરેક વ્યક્તિએ જણાવ્યું કે તે દિવસે ચેતને પોતે કોઈ ફોનનો જવાબ આપ્યો ન હતો, પરંતુ દુકાનના કર્મચારીઓએ જ ફોન ઉઠાવ્યા હતા.
અલગ અલગ આપેલા જવાબે કાવતરૂં ઉઘાડું પાડ્યુ
જ્યારે પોલીસે ચેતનની કડક પૂછપરછ કરી અને ઇન્ટરનેટ બંધ હોવાના કારણો વિશે સવાલો કર્યા, ત્યારે તે પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતીએ ચેતન અને સિયાના કાવતરાને ઉઘાડું પાડી દીધું. પોલીસ માટે આ સાબિતીઓ પૂરતી હતી કે કેતનની હત્યા એક આયોજનબદ્ધ ગુનો હતો. હાલમાં, આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કેતનના પરિવારે જે રીતે બહેનની સતર્કતા દ્વારા ન્યાય મેળવવાની દિશામાં પહેલું ડગલું ભર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. આ કેસ એ લોકો માટે એક પાઠ છે જેઓ માને છે કે ડિજિટલ યુગમાં ગુનો કરીને બચી શકાશે.
આ પણ વાંચોઃ Ketan Agrawal Death: "સાપ, સાપ" ના નામે રચ્યું મોતનું નાટક, 14 જૂને નિષ્ફળ તો 18 જૂને આપ્યો અંતિમ આઘાત!