મેરઠના ચકચારી બનેલા સૌરભ રાજપૂત હત્યા કેસની આરોપી મુસ્કાન રસ્તોગીએ ભાઇ બીજનો તહેવાર અલગ રહ્યો હતો. મેરઠ જિલ્લા જેલમાં હાલ કેદમાં રહેલી મુસ્કાને સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિરેશ રાજ શર્માને તેનો ભાઈ બમનાવી લીધા જેલની અંદર તેમને પરંપરાગત તિલક કર્યું હતું.
મુસ્કાને જેલ પરિસરમાં જેલર ડૉ. શર્માને તિલક લગાવ્યું
મળી રહેલી જાણકારી મુજબ આજે ભાઇ બીજ છે ત્યારે મેરઠ જેલમાં બંધ રહેલી મુસ્કાને જેલ પરિસરમાં જેલર ડૉ. શર્માને તિલક લગાવ્યું અને તેમને પોતાનો ભાઈ માનીને તેમનું સ્વાગત કર્યું. જેલ સ્ટાફ પણ હાજર હતો. ડૉ. શર્માએ મુસ્કાનને મીઠાઈ ભેટમાં આપી અને તેને સલામતીનું વચન આપ્યું.
તેમને સારા માણસો બનાવવાનો પ્રયાસ
તેમણે કહ્યું કે તેમને દરેક કેદી દ્વારા કરવામાં આવેલા ગુનાની પરવા નથી; તે બધા કેદીઓ સાથે સમાન રીતે વર્તે છે અને તેમને સારા માણસો બનાવવાનો પ્રયાસ કરે છે.
મુસ્કાન હવે આધ્યાત્મિક પુસ્તકો વાંચવામાં અને ધ્યાન કરવામાં સમય વિતાવે છે
જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, જેલમાં આવ્યા પછી મુસ્કાનના જીવનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. શરૂઆતમાં ડ્રગ્સના વ્યસનને કારણે હતાશા અને તણાવથી પીડાતી મુસ્કાન હવે આધ્યાત્મિક પુસ્તકો વાંચવામાં અને ધ્યાન કરવામાં સમય વિતાવે છે. તે હવે તેનો મોટાભાગનો સમય આધ્યાત્મિક સાધનામાં વિતાવે છે. મુસ્કાન ગર્ભવતી છે, અને આ આધ્યાત્મિકતાને કારણે, તે કૃષ્ણ જેવું બાળક ઇચ્છે છે.
તેના પતિની હત્યા માટે જેલમાં બંધ મુસ્કાન ડ્રગ્સનો ઉપયોગ કરતી
નોંધનીય છે કે મુસ્કાન રસ્તોગી મેરઠના કુખ્યાત સૌરભ હત્યા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેના પતિની હત્યા માટે જેલમાં બંધ મુસ્કાન ડ્રગ્સનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે તે પોતાનું જીવન બદલવા માંગે છે.
પતિની હત્યા કરી તેના મૃતદેહના ટુકડા વાદળી ડ્રમમાં ભર્યા હતા
નોંધનીય છે કે 3 માર્ચ, 2025 ના રોજ, સૌરભ રાજપૂતની મેરઠમાં તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. હત્યા પછી, મુસ્કાન અને સાહિલે સૌરભના શરીરને ટુકડાઓમાં કાપીને, વાદળી ડ્રમમાં ભર્યું અને તેને સિમેન્ટથી સીલ કરી દીધું હતું