મોકામા ટાલ ક્ષેત્રમાં જનસુરજના ઉમેદવાર પીયુષ પ્રિયદર્શી ઉર્ફે લાલુ મુખિયાના સમર્થક દુલારચંદ યાદવની ગાળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ચૂંટણી પ્રચાર દરમિયાન ફાયરિંગ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ ચૂંટણી અંગત કારણોસર વધુ ચર્ચામાં રહી છે. બિહારના મોકામા ટાલ ક્ષેત્રમાં ઘટના પ્રકાશમાં આવી છે. અથડામણની ઘટના એટલી ઉગ્ર બની કે, તે ફાયરિંગમાં પરિવર્તિત થઇ હતી. જનસુરજના ઉમેદવાર પીયુષ પ્રિયદર્શી ઉર્ફે લાલુ મુખિયાના સમર્થક દુલારચંદ યાદવની ગાળી મારીને હત્યા કરવામાં આવી હતી. દુલારચંદ જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ કરવામાં આવી હતી.

બન્ને જુથ વચ્ચે અથડામણ

મોકામા ટાલ ક્ષેત્રમાં જનસુરજ ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી ઉર્ફે લલ્લુ મુખિયાનો ચૂંટણી પ્રચાર ચાલતો હતો. આ દરમિયાન બન્ને જુથ વચ્ચે અથડામણ થઇ હતી. અને વિવાદ સર્જાયો હતો. જોત જોતામાં આ વિવાદ ઉગ્ર હિંસામાં પરિવર્તિત થયો હતો. બન્ને જુથે એકબીજા પર ફાયરિંગ કરી હતી. જેના કારણે ઘટના સ્થળે નાસભાગ સર્જાઇ હતી. અને દુલારચંદને ગોળી વાગી હતી. અને તેમનું મોત થયુ હતુ.

પોલીસ તપાસ શરુ

દુલારચંદ યાદવ લાલુ પ્રસાદ યાદવના નજીકના વ્યક્તિ ગણાતા હતા. વર્તમાન સમયમાં તેઓ મોકામાના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી ઉર્ફે લલ્લુ મુખિયાનું સમર્થન કરી રહ્યા હતા. 4 દિવસ પહેલા જ દુલારચંદ યાદવે લલ્લૂ મુખિયાના સમર્થનમાં એક ગીત પણ ગાયુ હતુ. મોકામા ટાલ ક્ષેત્રમાં તેમની ઘણી ધાક હતી. તેમનું નામ ગુંજતું હતુ. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. ફરિયાદ નોંધી આગામી કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: