ચૂંટણી ઢંઢેરાનું નામ 'તેજસ્વી પ્રણ' રાખવામાં આવ્યુ છે. અને તેના પર તેજસ્વી યાદવનો ફોટો લગાવવામાં આવ્યો છે.
ખેડૂતોના હિત માટે પ્રાથમિકતા આપવાની જાહેરાત
બિહારના સીએમ પદ માટે તેજસ્વી યાદવનો ચહેરો પાર્ટીની ઓળખ બન્યો છે. ત્યારે 'તેજસ્વી પ્રણ' માટે તેજસ્વી યાદવની અધ્યક્ષતામાં દસ્તાવેજમાં મહાગઠબંધને રોજગાર, સામાજિક ન્યાય, મહિલા સશક્તિકરણ અને ખેડૂતોના હિત માટે પ્રાથમિકતા આપવાનું વચન આપ્યુ છે. ગઠબંધને કહ્યુ છે કે, આ માત્ર ચૂંટણી ઢંઢેરો નથી.પરંતુ સમુદ્ધી અને ન્યાયપૂર્ણ બિહારના નિર્માણનું ઐતિહાસિક સંકલ્પ છે. સંકલ્પ પત્રમાં નીતીશ કુમારના નેતૃત્ત્વવાળુ એનડીએ સરકાર પર ભૂતકાળના શાસનની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વધારવાનો આરોપ લાગ્યો છે.
Also Read
Bihar Assembly Election 2025: RJDની 27 નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી, તેજ પ્રતાપ યાદવના ભાભીના મતવિસ્તારમાં પણ ચર્ચામાં
Bihar Assembly Election 2025: સુગૌલી વિધાનસભા બેઠક પર ખેંચતાણ, મતદાનના પ્રથમ તબક્કા પહેલા મહાગઠબંધનનો દાવ
Bihar Assembly Election 2025: મુકેશ સાહની અને Tej Pratap Yadav આ બેઠકથી લડશે ચૂંટણી
સરકારી નોકરી આપવાનું વચન
ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા માટે 20 દિવસની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યુ છે. 20 મહિનાની અંદર નોકરીઓ માટે પ્રક્રિયા શરુ કરવાની વાત પણ કહેવામાં આવી છે. મહિલાઓને 1 ડિસેમ્બરથી 2500 રૂપિયા પ્રતિ મહિના આપીને આર્થિક મદદ કરવામાં આવશે. 5 વર્ષમાં તેઓને કુલ 30 હજાર વાર્ષિક આર્થિક મદદ આપવામાં આવશે. પુત્રીએ માટે BETI અને માતાઓ માટે MAI યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
200 યૂનિટ સુધી વિજળી ફ્રીમાં અપાશે
આ ઉપરાંત તમામ સંવિદા અને આઉટસોર્સિંગ કર્મચારીઓને સ્થાયી કરવામાં આવશે. જીવિકા બહેનોને સરકારી કર્મચારીનો દરજજો અને 30 હજાર પગાર આપવામાં આવશે. તો સાથે જ રાજ્યમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટે કવાયત હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. તો આ તરફ, દરેક પરિવારને 200 યૂનિટ સુધી વિજળી ફ્રીમાં આપવામાં આવશે. વૃદ્ધજન, વિધવા અને દિવ્યાંગો માટે 1500 અને 3 હજારનું માસિક પેન્શન આપવામાં આવશે.
ખેડૂતો માટે MSP ગેરંટી
તો સાથે જ શિક્ષા, રોજગાર પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. ખેડૂતો માટે MSP ગેરંટી આપવા મામલે પણ કાર્યવાહી કરવાના વચનો આપવામાં આવ્યા હતા. તો દરેક વ્યક્તિને 25 લાખ સુધી ફ્રી સ્વાસ્થ્ય વીમા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજો આધુનિક સેવાઓથી સજ્જ કરવાનું વચન પણ આપવામાં આવ્યુ હતુ.










