દેશમાં દિવસેને દિવસે સાયબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મુંબઈમાં પણ વધુ એક ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે. મુંબઈના એક બિઝનેસમેનને સાયબર ઠગાોએ ડરાવીને ડિજિટલ અરેસ્ટ કર્યો છે. લગભગ અઢી મહિના સુધી ચાલેલી આ સાયબર છેતરપિંડીના કેસમાં બિઝનેસમેનની સાથે તેમની પત્નીને પણ શિકાર બનાવવામાં આવી છે. આ જાણકારી પોલીસે આપી છે.


આ કેસની તપાસમાં 3 લોકોની ધરપકડ

પોલીસે જણાવ્યું કે પહેલા ભોગ બનનારની પાસે અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને ફોન કરીને જણાવ્યું કે તે ઈડીની ઓફિસથી વાત કરી રહ્યો છે. ત્યારબાદ બીજો કોલ આવ્યો, જેમાં કહ્યું કે તે CBI અધિકારી બોલી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે તેમને આ કેસની તપાસમાં 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે સાયબર છેતરપિંડીના કેસમાં તેમને જણાવ્યું કે તેમના નામનો ઉપયોગ મની લોન્ડ્રીંગમાં થયો છે. સાયબર ઠગાઈનો આ કેસ 19 ઓગસ્ટથી 8 ઓક્ટોબરની વચ્ચે ચાલ્યો. ભોગ બનનારને વીડિયો કોલ કર્યો અને ત્યારબાદ તેમની પત્ની અને તેમને ડિજિટલ અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે.

ભોગ બનનારે RTGSથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા

ભોગ બનનારને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને ધરપકડ કરવાની સુધીની ધમકી આપવામાં આવી છે. ત્યારબાદ ભોગ બનનારે અલગ અલગ બેન્ક એકાઉન્ટની વિગતો આપી અને રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું. ભોગ બનનારે RTGSથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આ રકમ લગભગ 18 અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ભોગ બનનારને જ્યારે જાણ થઈ કે તે સાયબર ઠગાઈનો શિકાર થઈ ચૂક્યો છે. ત્યારબાદ તેમને સાયબર સેલ સાથે સંપર્ક કર્યો અને સમગ્ર કેસની જાણકારી આપી. ત્યારબાદ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી. ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરી લીધી.

પોલીસે જણાવ્યું કે નાણાકીય વિગતોની મદદથી આરોપીને ટ્રેક કરવામાં આવ્યો અને ધરપકડ કરી લેવામાં આવી છે. એક આરોપીને મુંબઈના મલાડ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, જેનું નામ અબ્દુલ છે. અન્ય બે લોકોની સેન્ટ્રલ મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમનું નામ અર્જુન અને તેના ભાઈનું નામ જેઠારામ છે.  

  • Follow us on: