લગ્ન એટલે બે આત્માઓ વચ્ચેનો પવિત્ર બંધન, જ્યાં સત્ય, વિશ્વાસ અને પરસ્પર આદર સૌથી મહત્વપૂર્ણ હોય છે. પરંતુ ગ્રેટર નોઈડામાં સામે આવેલી આ ઘટના સાબિત કરે છે કે જ્યારે સંબંધની શરૂઆત જ ઝૂઠ પર થાય, ત્યારે તેનું અંત દુઃખદ અને હિંસક બની શકે છે.
પીડિય યુવતીનો દર્દ
પીડિત યુવતીના જણાવ્યા અનુસાર, તેના લગ્ન પરિવારની સંમતિથી નવી દિલ્હીના પ્રતાપ બાગના એક યુવક સાથે નક્કી થયા હતા. યુવક દેખાવમાં આત્મવિશ્વાસુ, સંસ્કારી અને સૌમ્ય લાગતો હતો. લગ્ન પહેલાં અનેક મુલાકાતો થઈ, પરંતુ કોઈને પણ શંકા નહોતી કે તે પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ સત્ય છુપાવી રહ્યો છે. લગ્નની તમામ વિધિઓ આનંદપૂર્વક પૂર્ણ થઈ અને દુલ્હન વિદાય લઈને સાસરે પહોંચી.
લગ્નની રાત્રે ખુલ્યું સત્ય
પરંતુ લગ્નની રાત્રે રૂમમાં પ્રવેશ કરતા જ એક રહસ્ય ખુલ્યું પતિએ પહેરેલી વિગ ઉતારી અને યુવતી સમજી ગઈ કે તેના જીવનસાથીએ છાણીજોઇને તેને છેતર્યા છે. આ માત્ર ટાલ છુપાવવાની વાત નહોતી, પરંતુ વિશ્વાસઘાતની શરૂઆત હતી. જ્યારે પત્નીએ આ અંગે પ્રશ્ન કર્યો, ત્યારે પતિએ માફી માગવાને બદલે આક્રમક વર્તન અપનાવ્યું.
મારવાની પણ આપી ધમકી
સમય જતાં પતિનું સ્વરૂપ બદલાઈ ગયું. પીડિતાના જણાવ્યા મુજબ, તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો. સૌથી ગંભીર આરોપ એ છે કે પતિએ તેના ખાનગી ફોટોગ્રાફ્સ લઈ તેને બ્લેકમેલ કરી, પૈસાની માંગણી કરી. પૈસા ન આપતા તેણે માર મારવામાં આવ્યો, અપમાનિત કરવામાં આવી અને અંતે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી.
પોલીસમાં લખાવી ફરિયાદ
આ અત્યાચાર અહીં જ અટક્યો નહીં. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સાસરિયાઓએ તેના આશરે 15 લાખ રૂપિયાના દાગીના પણ છીનવી લીધા. દરેક વિરોધ સામે તેને ચૂપ રહેવા દબાણ કરવામાં આવ્યું. અંતે હિંમત કરીને તેણે બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પતિ સહિત પાંચ લોકો સામે છેતરપિંડી, દહેજ ઉત્પીડન, હુમલો, ધમકી અને ખંડણી જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલ તપાસ ચાલી રહી છે અને પીડિતા ન્યાયની આશા સાથે આગળ વધવાની કોશિશ કરી રહી છે.
આ પણ વાંચો : India : અહિંયા જાહેરમાં થૂંકશો તો બનશો “શહેરના દુશ્મન”, ₹500 દંડ નક્કી