પંજાબ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરારના નેટવર્ક પર મોટો વાર કર્યો છે. રવિવારે ગેંગસ્ટર વિરોધી ટાસ્ક ફોર્સે એક મોટા ઓપરેશનમાં તેના નજીકના સહયોગી બલજિંદર સિંહ ઉર્ફે રેન્ચની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની પાસેથી 32 બોરની 5 પિસ્તોલ અને 10 કારતૂસ જપ્ત કર્યા છે.













