રાજા રઘુવંશી હત્યાકાંડમાં આવી રહેલા નવા નવા વળાંકો કોઇ ફિલ્મી કહાનીને પણ માત આપી શકે છે. નવા પુરાવા, આરોપીઓના કબૂલનામા, પરિવારજનોની પ્રતિક્રિયાઓ વગેરે જેવી બાબતો આ કેસને નવી દિશામાં લઇ જઇ રહ્યુ છે. રતલામમાં શિલોંગ એસઆઇટીને મોટી સફળતા હાથ લાગી છે. આરોપી સિલોમ જેમ્સના સાસરેથી રસોડામાં છુપાવવામાં આવેલું કાળું બેગ મળી જપ્ત કરવામાં આવ્યુ છે. આ બ્લેક બેગની ચર્ચા કેસની શરૂઆતથી જ કરવામાં આવતી હતી. આ બેગમાંથી એક લેપટોપ પણ મળી આવ્યુ છે.


રાજા રઘુવંશી હત્યાકાંડમાં મોટો ખુલાસો

શિલોંગ SIT ટીમે રતલામના મંગલમૂર્તિ કોલોનીમાં દરોડા પાડ્યા છે. આ ટીમ આરોપીના સાસરે પહોંચી હતી. જ્યાં તપાસ કર્યા બાદ રસોડામાંથી કાળુ બેગ અને તેમા છુપાવવામાં આવેલું લેપટોપ મળી આવ્યુ છે. આ પુરાવાઓ કેસ હલ કરવા અને આરોપીઓને સજા આપવા માટે મહત્ત્વના સાબિત થઇ શકે છે. આ લેપટોપમાં ઇમેલ અને મેસેજ હોઇ શકે છે. જે આરોપીઓની ભૂમિકા અને ષડયંત્રને સામે લાવશે.

આરોપી સિલોમ વિરુદ્ધ એક્ત્ર કર્યા પુરાવા

શિલોંગ એસઆઇટી સિલોમને રતલામથી લઇને ઇન્દોર રવાના થઇ હતી. આ બેગ અને લેપટોપને ફોરેન્સિક ટીમ પાસે મોકલવામાં આવશે. આ ઉપરાંત શિલોંગ એસઆઇટીએ સિલોમ વિરુદ્ધ મહત્ત્વની માહીતી પણ એકત્ર કરી છે. રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે મધ્યપ્રદેશથી લઇને મેઘાલય સુધી તપાસ તેજ કરવામાં આવી છે. અને રાજનેતાઓથી લઇને પોલીસ અધિકારીઓ આ મામલે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મૃતક રાજાની પત્ની સોનમે હનીમૂન દરમિયાન તેના મિત્રો અને પ્રેમી સાથે મળીને તેના પતિ રાજાની હત્યા કરી હતી. 

  • Follow us on: