દેશમાં ખુબ જ ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે પોલીસે આજે એટલે કે 19 જૂને આ કેસના તમામ આરોપીઓને CJMની કોર્ટમાં હાજર કર્યા. કોર્ટે સુનાવણી બાદ મુખ્ય આરોપી રાજ અને સોનમને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા, જ્યારે અન્ય તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો કરી દીધો છે.
હજુ પણ કેટલાક લોકો આ ષડયંત્રમાં સામેલ હોય શકે
પોલીસનું કહેવું છે કે તેમને રાજ અને સોનમ સાથે પૂછપરછ કરવી છે, જેથી હત્યાની યોજના, તેમાં સામેલ લોકો અને ઘટનાક્રમ સાથે જોડાયેલી કડીઓની જોડવામાં આવી શકે. પોલીસને શંકા છે કે હજુ પણ કેટલાક લોકો આ ષડયંત્રમાં સામેલ હોય શકે છે અને રાજ તથા સોનમની કસ્ટડીથી મહત્વપૂર્ણ જાણકારીઓ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ હત્યા કેસ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને પોલીસ તમામ એન્ગલથી કેસની તપાસ કરી રહી છે.
રાજા રઘુવંશીની હત્યા બાદ આ કેસ સતત ચર્ચામાં
ત્યારે અન્ય ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલતા કોર્ટે જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આ પહેલા આ હત્યાકાંડને લઈને પોલીસે ઘણા પુરાવા એકત્ર કર્યા છે, જેમાં કોલ રેકોર્ડ, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ ડેટા સામેલ છે. રાજા રઘુવંશીની હત્યા બાદ આ કેસ સતત ચર્ચામાં છે. પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે. આવનારા 2 દિવસ પોલીસ માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે હવે પુછપરછના આધાર પર કેસની નવી કડીઓ ખુલી શકે છે.