ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકેસમાં આજે ક્રાઇમ સીન રિક્રિએટ કરવામાં આવ્યો હતો. આરોપીઓને લઇને મેઘાલય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આ મામલે મેઘાલય પોલીસે નવો ખુલાસો કર્યો છે. શિલોંગ એસપી વિવિક સ્યેમે જણાવ્યું કે 23મેના રોજ સોહરાના વેઇસાડોંગ ફોલ્સ પાસે રાજાની હત્યામાં એક નહી પરંતુ 2 ધારદાર હથિયારનો ઉપયોગ કરાયો હતો. જેમાંથી એક હથિયાર મળી ગયુ છે જ્યારે બીજા હથિયારની તપાસ ચાલી રહી છે કે જેને રાજાને ફેંકવામાં આવ્યો હતો ત્યાં જ ખીણમાં ફેંક્યુ હતું.


2 ધારદાર હથિયારોનો કર્યો ઉપયોગ 

એસપીએ જણાવ્યું કે રાજા પર 3 વાર પ્રહાર કરવા આવ્યા હતા. ત્રણેય કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ કુર્મીએ એક એક વાર પ્રહાર કર્યા હતા, સોનમ રઘુવંશીએ ક્રાઇન સીન રિક્રિએશન દરમિયાન સોનમે કબૂલાત કરી કે તે ઘટના સમયે હાજર હતી. તે પાર્કિંગ એરિયામાં રહીને કિલર્સને રાજાની હત્યા માટે ઇશારો કરતી હતી. પહેલીવાર રાજાને લોહી નીકળવા લાગ્યુ તો સોનમ બૂમ પાડીને પાછળ હટી ગઇ. ત્રણેય કિલર્સે મળીને રાજાના મૃતદેહને ખીણમાં ફેંક્યો.


રાજ નહોતો આવ્યો ઇન્દોર 

પોલીસ અનુસાર પોલીસે પોતાનો ફોન તોડી નાંખ્યો. હત્યાનો ઉદ્દેશ્ય લવ ટ્રાયન્ગલ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એસપી કહી રહ્યા છે કે આ સિવાય પણ કોઇ બીજુ કારણ હોઇ શકે છે. જેની તપાસ ચાલી રહી છે. એસપીએ કહ્યું કતે ત્રણેય કિલર્સ અને સોનમ પહેલા ક્યારેય શિલાંગ આવેલા નથી. સોનમનો કથિત પ્રેમી રાજ કુશવાહ પણ શિલોંગ આવેલો નથી. તેનુ કારણ એ હતું કે સોનમનો પરિવારની ફેક્ટરીમાં કર્મચારી હતો અને તેનુ શિલોંગ આવવુ શંકા ઉભી કરી શકે તેમ હતું આથી તે ઇન્દોર જ હતો. ક્રાઇમ સીન રિક્રિએટ કરતી વખતે સોનમે કહ્યું કે તે હત્યા વખતે ઘટના સ્થળે હાજર હતી. હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



  • Follow us on: