ઇન્દોરના ન્યૂલી મેરિડ કપલ રાજા અને સોનમ રઘુવંશીને લઇને નવા નવા ખુલાસા થતા રહે છે. રાજા રઘુવંશી અને સોનમ બાઇક પર બેઠા હોયતેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ત્યારે હવે આ બંને કપલનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક યુટ્યુબરના કેમેરામાં કેદ થયો છે. આ વીડિયોથી મેઘાલય પોલીસને મહત્વનો પુરાવો મળી રહે તેમ માનવામાં આવી રહ્યુ છે. જે હત્યાકાંડનો કોયડો ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે.


યુટ્યુબરના વીડિયોમાં દેખાયુ કપલ 

જે યુટ્યુબરના વીડિયોમાં આ બંને દેખાયા તે યુટ્યૂબર દેવેન્દ્રસિંહ જણાવી રહ્યું છે કે 23મેના રોજ મેઘાલયના ડબલ ડેકર રૂટબ્રિજની મુલાકાતે હતો ત્યારે આવીડિયો શરૂ કરી રહ્યો હતો. તેણે પોતાનો વીડિયો હાલમાં જ જોયો તો સવારે 9.45 કલાકે તેના રેકોર્ડિંગમાં રાજા અને સોનમ દેખાયા. આ સમયે બંને કપલ નોંગરિયટના ગામ શિપારા હોમસ્ટેથી ચેકઆઉટ કરીને માવલખિયત ગામ તરફ 3000 સીડીઓ ચઢી રહ્યા હતા.

મૃતદેહ પાસેથી મળ્યો હતો સોનમનો શર્ટ 

દેવેન્દ્રએ લખ્યું કે સોનમએ વ્હાઇટ શર્ટ પહેર્યો હતો જે બાદમાં રાજાના મૃતદેહ પાસેથી મળ્યો હતો. તેણે એમ પણ ખુલાસો કર્યો કે વધુ એક વીડિયો પણ છે જેમાં અન્ય 3 લોકો દેખાઇ રહ્યા છે. મેઘાલય પોલીસે આ ત્રણેયને આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદસિંહ કુર્મીની ધરપકડ કરી લીધી છે. દેવેન્દ્રએ ક્હ્યું કે મને આશા છેકે આ વીડિયો આ કેસ સોલ્વ કરવામાં મદદગાર સાબિત થઇ શકે. તેણે વધુમાં કહ્યું કે આ વીડિયો જોઇને મને ખૂબ દુઃખ થયું. રાજા નોર્મલ દેખાઇ રહ્યો હતો તેને તો ખબર પણ ન હતી કે તેની સાથે શું થવાનું.

મહત્વનું છે કે 29 વર્ષીય રાજા રઘુવંશીની 23મેના રોજ હત્યા કરી દેવાઇ હતી. 2 જૂને તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે પુષ્ટિ કરી છે કે તેની હત્યા એક ધારદાર હથિયારથી કરવામાં આવી છે. પત્ની સોનમ રઘુવંશી આ મામલે મુખ્ય આરોપી છે. હાલ આ મામલે પોલીસે સોનમ , રાજ, આકાશ, વિશાલ અને આનંદની ધરપકડ કરીને જલ્દી ચાર્જશીટ દાખલ કરશે. 

  • Follow us on: