તેલંગાણાના રોડ અને મકાન વિભાગના વડા જે. મોહન નાયક, જેમણે ક્યારેક માત્ર 6,000 રૂપિયાના માસિક પગારથી પોતાની સરકારી કારકિર્દીની શરૂઆત કરી હતી, તેઓ હવે કાયદાના સિકંજામાં સંપૂર્ણપણે ફસાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડામાં તેમના અબજો રૂપિયાના ગેરકાયદેસર સામ્રાજ્યનો પર્દાફાશ થયો છે.


ACBએ પાડયા સરકારી અધિકારીના ત્યાં દરોડા

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોહન નાયકે પોતાના પદનો દુરુપયોગ કરીને કોન્ટ્રાક્ટરો પાસેથી મોટા પાયે કમિશન મેળવ્યું હતું અને ટેન્ડર ફિક્સિંગ દ્વારા અંદાજે ₹200 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ ઊભી કરી હતી. જ્યારે ACBની ટીમોએ મોહન નાયકના જુદા-જુદા રહેઠાણો અને સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા, ત્યારે ત્યાંથી મળેલી સંપત્તિ જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

સરકારી અધિકારીએ પદનો દુરઉપયોગ કર્યાનો આક્ષેપ

સરકારી અધિકારી  જે. મોહન નાયકના કૌભાંડના પર્દાફાશ થયો. અધિકારી તરીકે પદનો દુરુપયોગ કરી 6000ના પગારદાર અધિકારીએ કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું. એસીબીના દરોડોમાં આ કૌભાંડનો પર્દાફાશ થતા જપ્ત કરેલી સંપત્તિ જોઈ અધિકારીઓનું મગજ ચકરાઈ ગયું. અધિકારીના ઘરેથી દરોડામાં લાખો રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી. મોટી માત્રામાં ચમકતા સોનાના બિસ્કિટ અને કિંમતી ઘરેણાં મળ્યા. અનેક લક્ઝરી વિલા અને મોંઘી જમીનોના માલિકી હક્કના દસ્તાવેજો પણ મળ્યા.

અધિકારી સામે કડક કાર્યવાહીની માગ તેજ

આ કૌભાંડને લઈને હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મોહન નાયક સરકારી ટેન્ડરો પોતાની મનસ્વી રીતે પસંદગીના કોન્ટ્રાક્ટરોને ફાળવતા હતા, અને તેના બદલામાં આ મસમોટી લાંચ, લક્ઝરી વિલા અને સોનાના બિસ્કિટ વસૂલતા હતા. આ ચોંકાવનારા ભ્રષ્ટાચારના કેસે તેલંગાણાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. "માતા કે પિતા મોટા નથી, પૈસા સૌથી મોટા છે" ની માનસિકતા ધરાવતા આવા સરકારી બાબુ સામે જનતા અને વિપક્ષ દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે.


આ પણ વાંચો : Haryana: 5 સેકન્ડ અને ધડાધડ 10 રાઉન્ડ ફાયરિંગ, જીમ સંચાલકના મોતથી ખળભળાટ!

  • Follow us on: