દેશના અસંખ્ય રાજ્યોમાં ચક્રવાતી વાવાઝોડા 'અર્નબ'ની ગંભીર અસર જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ આ વાવાઝોડું ભલે ધીમે-ધીમે નબળું પડી રહ્યું હોય, પરંતુ તેના કારણે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
આગામી 48 કલાકમાં આ રાજ્યોને ઘમરોળશે
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં આ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જોકે, આગામી થોડા કલાકોમાં તે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, છતાં તેની અસર હેઠળ દેશના 7 થી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
https://x.com/Indiametdept/status/2115374373003735139?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115374373003735139%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
