ચક્રવાતી વાવાઝોડું મોંથા આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તબાહી મચાવી ચૂક્યુ છે અને તે હવે આગળ વધી રહ્યુ છે, જેને લઇને 1 નવેમ્બર સુધી 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો બીજી તરફ અરબ સાગરમાં જઇને આ વાવાઝોડું નબળું પડવાની શક્યતા છે.પરંતુ 31 ઓક્ટોબર સુધી વાવાઝોડાંની અસર રહી શકે છે.


આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ

બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી વાવાઝોડાં મોંથાએ મંગળવાર રાત્રે 100 કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડથી આંધ્રપ્રદેશના કાકીનાડામાં લેન્ડફોલ કર્યુ અને ભીષણ તબાહી મચાવી. સાંજે સાડા 7 વાગ્યે રાત્રિના એક કલાક સુધી આંધ્ર પ્રદેશમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા સાથે ભારે વરસાદ વરસ્યો.

અનેક વિસ્તારોમાં વરસાદે વિનાશ વેર્યો

બુધવાર સવારે આ વાવાઝોડું 74 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશા પહોંચ્યું, જ્યાં ભારે પવન સાથે ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું. હવે આ વાવાઝોડું 37 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, અને હવામાન વિભાગે તેના પ્રભાવને કારણે 13 રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે.અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપી છે.

આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગ મુજબ પશ્ચિમ બંગાળના ગંગા કાંઠાના વિસ્તારોમાં 29 થી 31 ઓક્ટોબર દરમિયાન હળવો થી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથેના ઝાપટાં પડી શકે છે. બિહાર અને ઝારખંડમાં 30 અને 31 ઓક્ટોબરે વરસાદની શક્યતા છે.ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે.

 29 થી 31 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી

ઓડિશામાં 29 ઓક્ટોબરે, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 29 અને 30 ઓક્ટોબરે, તેમજ પશ્ચિમી મધ્ય પ્રદેશમાં 29 ઓક્ટોબરે વરસાદ થઈ શકે છે.કોંકણ અને ગોવા તથા મધ્ય મહારાષ્ટ્રમાં 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન હળવો થી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે તૂફાનની શક્યતા છે. ગુજરાત રાજ્ય અને મરાઠવાડામાં 29 થી 31 ઓક્ટોબર દરમિયાન કેટલીક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 29 થી 31 ઓક્ટોબર દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે.


  • Follow us on: