3 નવેમ્બર, 2026 ના રોજ વહેલી સવારે બંગાળની ખાડીમાં સર્જાયેલું અતિ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મુરાસુ' આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિએ આશરે 1.00 વાગ્યાની આસપાસ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે આગામી કલાકો સુધી ચાલુ રહી હતી. વાવાઝોડાના કારણે ઓંગોલ, નેલ્લોર અને બાપટલા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે વધીને ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગયો છે.
ઓંગોલ અને આસપાસના વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી
વાવાઝોડાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓંગોલ અને પ્રકાશમ જિલ્લા વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કલેક્ટર પી. રાજાબાબુએ સ્થિતિની સમીક્ષા કરવા કમાન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા અને રાહત કામગીરીને પ્રાથમિકતા આપવાના આદેશ આપ્યા હતા.
