26મી જાન્યુઆરીએ દર વર્ષે પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ રાજ્યોની ઝાંખીઓ પણ દર્શાવવામાં આવતી હોય છે. દર વર્ષે પરેડમાં કંઇક અલગ જ આર્કષણનું કેન્દ્ર બનતા હોય છે. વર્ષ 2026માં 26ની જાન્યુઆરીએ એક અલગ પ્રકારનું પ્રાણી જે પરેડમાં સામેલ થશ. સેનાની પરેડમાં સામેલ થનારા પ્રાણીઓમાં બેક્ટ્રિયન ઊંટ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. કારણકે સૌ કોઇએ સામાન્ય ઊંટ તો જોયા હશે પરંતુ સેનાની પરેડમાં દેખાતા આ ઊંટ ખૂબ જ ખાસ છે.


પરેડમાં અલગ પ્રાણી શક્તિ દર્શાવશે

ગણતંત્ર દિવસ 2026 પર આ વખતે કર્તવ્ય પથ પર જોવા મળનારી પરેડ ખૂબ જ ખાસ બનવાની છે. કારણ કે પહેલી વાર પરેડમાં ભારતીય સેનાના પશુ દળો સામેલ થવા જઈ રહ્યા છે. આ પરેડમાં એક એવું પ્રાણી પણ સામેલ થશે, જે સૌને આશ્ચર્યમાં મૂકી દેશે. શક્ય છે કે આપમાંથી ઘણા લોકોએ આ પ્રાણી પહેલાં ક્યારેય જોયું ન હોય. સેનાની પરેડમાં સામેલ પશુઓ માત્ર ભારતીય સેનાની શક્તિ જ દર્શાવશે નહીં, પરંતુ દેશની રક્ષા માટે તેમનું યોગદાન કેટલું મહત્વપૂર્ણ છે તે પણ દર્શાવશે.

26 જાન્યુઆરીની પરેડમાં પહેલી વાર દેખાશે પશુ દળ

જણાવી દઈએ કે સેનાના પશુ દળમાં બે બેક્ટ્રિયન ઊંટ, ચાર ઝાંસ્કર ટટ્ટૂ, ચાર શિકારી પક્ષીઓ, દસ ભારતીય જાતિના સેનાના કૂતરા અને સેવામાં રહેલા છ પરંપરાગત સૈનિક કૂતરાઓ સામેલ રહેશે. આ તમામ પ્રાણીઓમાં બેક્ટ્રિયન ઊંટ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. કારણ કે સામાન્ય ઊંટ તો સૌએ જોયા હશે, પરંતુ સેનાની પરેડમાં દેખાતા આ ઊંટ ખૂબ જ ખાસ છે. દેખાવમાં પણ તેઓ અન્ય ઊંટોથી અલગ છે. ઘણા લોકો માટે તો તેમને પહેલી વાર જ જોવાની તક મળશે.

જણાવી દઈએ કે પરેડમાં પશુ દળની આગેવાની આ બેક્ટ્રિયન ઊંટ કરશે. તાજેતરમાં તેમને લદ્દાખના ઠંડા રણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ઊંટ અન્ય ઊંટોથી ઘણાં અલગ છે.

બેક્ટ્રિયન ઊંટની ખાસિયતો જાણો

બેક્ટ્રિયન ઊંટ ખૂબ જ ઠંડા હવામાનમાં અને 15,000 ફૂટથી વધુ ઊંચાઈ પર પણ સરળતાથી કામ કરી શકે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ પોતાની પીઠ પર 250 કિલોગ્રામ સુધીનો સામાન સરળતાથી વહન કરી શકે છે. તેમને વધારે ખોરાક અને પાણીની જરૂર પણ પડતી નથી. ઓછા ચારા-પાણીમાં તેઓ લાંબી દૂરી પાર કરી શકે છે. તેમની મદદથી સેના માટે દુરદરાજ અને કઠિન વિસ્તારોમાં રસદ પહોંચાડવી ઘણી સરળ બની જાય છે.

આ પણ વાંચોઃ Indoreમાં દૂષિત પાણીથી 7 લોકોના થયા મોત, જવાબદારો પર કડક કાર્યવાહી કરવાની માગ


  • Follow us on: