દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના ભંડોળની તપાસ કરવામાં આવશે. NIA, ED અને અન્ય એજન્સીઓ સાથે મળીને આ તપાસ કરશે. અલ-ફલાહ યુનિવર્સિટીની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, NIAના ડિરેક્ટર જનરલ અને ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લાલ કિલ્લા વિસ્ફોટ કેસના ભંડોળની પણ તપાસ કરશે
સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NIA, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓ સાથે મળીને લાલ કિલ્લા વિસ્ફોટ કેસના ભંડોળની પણ તપાસ કરશે. અલ-ફલાહ યુનિવર્સિટીની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલા એક ડૉક્ટરના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરશે. આ સમગ્ર કેસમાં ભંડોળ અને મની લોન્ડરિંગ જેવા નાણાકીય બાબતોની તપાસ કરવામાં આવશે. 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દરરોજ નવા નામો બહાર આવી રહ્યા છે.













