લાલ કિલ્લા બ્લાસ્ટની તપાસને આગળ વધારતા NIA અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સ્ટાફ આજે શનિવારે નોર્થ-વેસ્ટ દિલ્હીના વજીરપુર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં પહોંચી. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે બ્લાસ્ટ પહેલા મુખ્ય શંકાસ્પદ આતંકી પ્રોફેસર ઉમર મોહમ્મદ આ વિસ્તારમાં આવ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે આખરે તે કોને મળવા માટે અહીં આવ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય શું હતો?
લોકેશન અને દરેક ગતિવિધિ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
તપાસ અધિકારીઓએ કહ્યું કે ઉમર પોતાની ગાડીમાં વજીરપુર પહોંચ્યો અને એક ટી-સ્ટોલ પર લગભગ 10થી 15 મિનિટ રોકાયો હતો પણ તેને ના ચા પીધી હતી કે ના તો કોઈ સામાન્ય ખરીદ્યો હતો. થોડા સમય ઉભા રહ્યા બાદ તે કોઈ વસ્તુ બોલ્યા વગર પરત જતો રહ્યો. આ વ્યવહાર પોલીસને શંકાસ્પદ લાગે છે. બ્લાસ્ટની ઘટના બાદ તેની દરેક લોકેશન અને દરેક ગતિવિધિ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
NIA અને સ્પેશિયલ સ્ટાફે ઈન્ડસ્ટ્રિયલ એરિયાના ઘણા સીસીટીવી કેમેરાના ફૂટેજ શોધવામાં આવી રહ્યા છે, જે ટી-સ્ટોલ પર ઉમર થોડી વાર ઉભો રહ્યો, તે દુકાનના સંચાલકની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેમને કહ્યું કે તેમને કોઈ અંદાજો નથી કે અહીં કોણ ઉભું છે. તેમને તપાસ એજન્સીને દુકાન સાથે જોડાયેલી દરેક જાણકારી ઉપલબ્ધ કરાવી છે. દુકાન સંચાલકે કહ્યું કે અમને શરૂઆતમાં કંઈ ખબર ના પડી કે તે કોણ છે.
કોઈ વસ્તુનો ઓર્ડર તેને આપ્યો નહતો
વધુમાં પોલીસને જણાવ્યું કે CCTVના રેકોર્ડિંગ બતાવ્યા તો યાદ આવ્યું કે હા તે આવ્યો હતો. 2-5 મિનિટ ઉભો રહ્યો અને પછી જતો રહ્યો. તેને ના ચા પીધી કે અન્ય વસ્તુનો ઓર્ડર આપ્યો. તે એકલો જ આવ્યો હતો. તેમને કહ્યું કે દુકાન પર દરરોજ ગ્રાહકો આવતા રહે છે. તમામ લોકો પર ધ્યાન રહેતું નથી. કોની ઓળખ રાખીએ? પોલીસે જે પુછ્યું તેની અમે સાચી જાણકારી આપી, જે વ્યક્તિની પુછપરછ થઈ રહી છે, તે માત્ર થોડી મિનિટ ઉભો રહ્યો હતો.
આ સમગ્ર કેસની તપાસનું મુખ્ય કેન્દ્ર બિંદુ એ છે કે ઉમર વજીરપુર કેમ આવ્યો? શું તે કોઈને મળવા આવ્યો હતો? શું કોઈ લોકલ સંપર્ક તેની રાહ જોઈ રહ્યો હતો? કે તેને વિસ્તારનો કોઈ રીકોન કર્યો? અત્યાર સુધી આ પ્રશ્નના કોઈ સ્પષ્ટ જવાબ મળ્યા નથી. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે તે સમયે વિસ્તારમાં તેના મોબાઈલ ફોનની લોકેશન કોની સાથે મેચ કરે છે.
આ કનેક્શન કોઈ મોટા ઉદ્દેશ્ય સાથે જોડાયેલું છે?
તપાસ એજન્સીઓ હાલમાં વજીરપુર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં હાજર અન્ય સીસીટીવી, મોબાઈલ ટાવર ડેટા અને સ્થાનિક નેટવર્કની તપાસ કરી રહી છે કે ઉમરની સાથે કોઈ અન્ય શંકાસ્પદ વ્યક્તિ હાજર હતો કે તેને કોઈની સાથે મુલાકાતના પ્રયત્ન કર્યા. વજીરપુર આવવાનું કારણ હજુ ભલે સ્પષ્ટ ના હોય પણ તપાસ એજન્સીઓ માની રહી છે કે બ્લાસ્ટ પહેલા ઉમરનું દરેક પગલું કોઈના કોઈ ઉદ્દેશ્યથી જોડાયેલું છે. તેથી આ વિસ્તારની દરેક ગતિવિધિની તપાસ કરવામાં આવી રહી છે.