દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની શાળાઓને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. 16 જુલાઇના રોજ 5 શાળાઓને ફરી એકવાર બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. દ્વારકા સ્થિત સેન્ટ થોમસ સ્કૂલ, વસંત કુંજ સ્થિત વસંત વેલી સ્કૂલ, હૌઝ ખાસ સ્થિત મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અને પશ્ચિમ વિહાર સ્થિત રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને લોદી એસ્ટેટ સ્થિત સરદાર પટેલ વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. 


સ્કૂલો ખાલી કરાવાઇ 

બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ તાત્કાલિક અસરથી સ્કૂલને ખાલી કરાઇ દેવાઇ હતી. દિલ્હી પોલીસ તથા બોમ્બ ડિફ્યુઝલ સ્કવોર્ડ અને ફાયર વિભાગની ટીમ સ્કૂલ પરિસરમાં તપાસ કરી રહી છે. તપાસ કરતી ટીમને હજી સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. છેલ્લા 3 દિવસોમાં લગભગ 10 સ્કૂલો અને એક કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.



દિલ્હીની શાળા કોલેજને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજને બોમ્બની ધમકી મળી છે. દિલ્હી પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, દિલ્હી ફાયર બ્રિગેડ ટીમ અને સ્પેશિયલ સ્ટાફ ટીમ ઘટનાસ્થળે છે. સેન્ટ થોમસ સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજ ખાલી કરાવવામાં આવી છે. અત્યાર સુધી પોલીસને બંને જગ્યાએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. ધમકી મેઇલ દ્વારા આપવામાં આવી હતી તેમ દિલ્હી પોલીસે જણાવ્યું હતું.


  • Follow us on: