ભારત સરકારના નાણા મંત્રાલયમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કાર્યરત નવજોત સિંહનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. BMW કારે તેમને ટક્કાર મારી દીધી છે અને મળતી માહિતી મુજબ તે તેમની પત્નીની સાથે બંગ્લા સાહિબ ગુરૂદ્વારાથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનમાં તેમની પત્નીની હાલત ખુબ જ ગંભીર છે, હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.


હોસ્પિટલમાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે ડેપ્યુટી ડાયરેક્ટરને મૃત જાહેર કર્યા

આ દુર્ઘટના ધોળાકુવા પિલર નંબર 57થી રાજા ગાર્ડનની પાસે થયો છે. અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાની જગ્યા પર 17 કિલોમીટર દૂર જીટીબી નગર સ્થિતિ ન્યૂ લાઈફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આ દુર્ઘટનામાં સામેલ BMW કારને પોલીસે જપ્ત કરી લીધી છે. હાલમાં આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે FIR નોંધી છે અને કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા ચલાવી રહી હતી BMW કાર

પોલીસે વધુમાં જણાવ્યું કે ધોળા કુવાથી દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશન રોડ તરફથી ટ્રાફિકજામની સૂચના આપનારી 3 પીસીઆર કોલ મળ્યા અને પોલીસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા, ત્યારે જોયું કે એક BMW કાર રસ્તા પર પડી હતી અને એક મોટર સાયકલ મેટ્રો પિલર નંબર 67ની જોડે ડિવાઈડર પાસે ઉભું હતું. સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે એક મહિલા કાર ચલાવી રહી હતી, જેને બાઈકને ટક્કર મારી દીધી, ત્યારબાદ તે અને તેનો પતિ ટેક્સીમાં બેસાડીને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારબાદ હોસ્પિટલમાં એક દર્દીનું મોત અને અન્ય એક દર્દી ઘાયલ થયા હોવાની જાણકારી મળી.

FSL ટીમને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી

હાલમાં પોલીસે વાહનને જપ્ત કરી લીધું છે અને વધુ તપાસ શરૂ કરી છે. FSL ટીમને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી છે અને આરોપી મહિલા અને તેના પતિને પણ ઈજા પહોંચી છે અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી મુજબ મૃતક ભારત સરકારમાં નાણા મંત્રાલયમાં કાર્યરત હતા અને હરિનગરના રહેવાસી હતા. જ્યારે આરોપી ગુરૂગ્રામના રહેવાસી છે. આરોપી મહિલાનો પતિ બિઝનેસમેન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


  • Follow us on: