'INDIA' ગઠબંધનના સાંસદોએ સૌપ્રથમ "મત ચોરી"ના આક્ષેપોના વિરોધમાં એક કૂચ યોજી હતી. તેના બીજા જ દિવસે એટલે કે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીની 'સાગર રત્ન' રેસ્ટોરન્ટમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ગઠબંધનના સાંસદો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કપિલ સિબ્બલ પણ તેમાં હાજર હતા. વિપક્ષી નેતાઓના આ મેળાવડાને ધ્યાનમાં રાખીને પોલીસે બેરિકેડ્સ ગોઠવ્યા છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હીની સાગર રત્ન રેસ્ટોરન્ટમાં જમ્યા સાંસદો 

સૂત્રોના જણાવ્યા અનુસાર, લંચ દરમિયાન વિપક્ષ "વોટ ચોરી"ના મુદ્દા પર તેના આગામી પગલાઓ પર ચર્ચા કરી શકે છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનના તોફાની દિવસ પછી લંચનું આયોજન કરવામાં આવ્યું હતું.

લંચ મેનુમા ભોજન છે આંદોલન નહીં- પવન ખેડા 

તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આયોજિત લંચમાં પહોંચ્યા પછી, કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, 'આજે લંચ મેનુમાં ભોજન છે, આંદોલન નથી.' જ્યારે ખેડાને રાહુલ અને પ્રિયંકા સામે નોંધાયેલી એફઆઈઆર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમે એફઆઈઆરથી ડરતા નથી, તે સન્માનનું પ્રતિક છે. અમે દસ્તાવેજ પર સહી કરીશું, ચૂંટણી પંચ દરેકની સહી ઈચ્છે છે, તેઓ મોટા લોકો છે, તેઓ અમારી સાથે ઔપચારિક બની ગયા છે. આ સાંસદો 64 ટકા લોકોના પ્રતિનિધિ છે. 

https://x.com/ANI/status/2107768622773129221?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107768622773129221%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આકાશવાણી ભવન ખાતે યોજ્યા હતા ધરણા 


મંગળવારે 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધને દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરી સુધી પહોંચવાના પ્રયાસરૂપે એક કૂચનું આયોજન કર્યું હતું. આ કૂચ દરમિયાન કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું; બંને નેતાઓએ આકાશવાણી ભવન ખાતે ધરણાં યોજ્યા હતા. જોકે, કોંગ્રેસના આ પગલાથી તેના સહયોગી પક્ષો નારાજ થયા છે. ઘણા સહયોગીઓને લાગે છે કે મંગળવારે વિપક્ષ દ્વારા કરવામાં આવેલું આ મોટું વિરોધ પ્રદર્શન આખરે ગાંધી ભાઈ-બહેનોના પ્રચારનું માધ્યમ બની ગયું હતું.

સહયોગી પક્ષો નારાજ  ? 

સહયોગી પક્ષોનો તર્ક છે કે જ્યારે વિપક્ષના અન્ય નેતાઓની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ 'ઓલ ઈન્ડિયા રેડિયો'ના મુખ્યાલય એવા આકાશવાણી ભવન ખાતે ધરણાં યોજીને તમામ પ્રસિદ્ધિ પોતાની તરફ વાળી લીધી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે 'ઈન્ડિયા' ગઠબંધનના અન્ય પક્ષોને સમજાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વએ તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે સહયોગી પક્ષોને વિશ્વાસમાં ન લેવાને કારણે ઊભી થયેલી ગેરસમજ બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

https://x.com/ANI/status/2107748999029739918?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107748999029739918%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


250 લોકોની અટકાયત  : દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ ૨૫૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા મોટાભાગના નેતાઓને થોડા સમય બાદ મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે ગાંધી અને અન્ય સાંસદોને લગભગ બે કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે આ વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું, જ્યારે વિપક્ષી સાંસદોએ પોલીસના સઘન બેરિકેડિંગ વચ્ચે સંસદ ભવનથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી હતી. બાદમાં, ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના કેટલાક સાંસદો ચૂંટણી પંચની કચેરીથી લગભગ 200 મીટર દૂર આવેલા આકાશવાણી ભવન સંકુલમાં પહોંચ્યા હતા અને ચૂંટણી કમિશનરોને મળવાની પરવાનગી માંગી હતી.


આ પણ વાંચો:  RBI Repo Rate: લોન લેનારાઓને ઝટકો... RBIએ 0.25 ટકાનો રેપોરેટમાં કર્યો વધારો