દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)એ મહત્વનો નિર્ણય લીધો છે. 18 ઓગસ્ટે યોજાયેલી CAQMની 29મી પૂર્ણ બેઠકમાં Direction No. 102ને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત પ્રદૂષણ ફેલાવતા પેટ્રોલ, ડીઝલ અને CNGથી ચાલતા N1 કેટેગરીના Light Goods Vehicles (LGVs)ના નવા રજીસ્ટ્રેશન પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવામાં આવશે.
1 જુલાઈ 2027થી આ નિયમ લાગુ થશે
CAQM અનુસાર, વાહનો દિલ્હી-NCRમાં PM2.5 પ્રદૂષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દિલ્હીમાં 1 જાન્યુઆરી 2027થી નવા પેટ્રોલ, ડીઝલ અને CNG N1 LGVના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ લાગુ થશે. ત્યારબાદ ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર જેવા હાઈ વ્હીકલ ડેન્સિટી ધરાવતા જિલ્લાઓમાં 1 જુલાઈ 2027થી આ નિયમ લાગુ થશે.
NCRના અન્ય જિલ્લાઓમાં નવા પેટ્રોલ અને ડીઝલ N1 LGVના રજીસ્ટ્રેશન પર 1 જાન્યુઆરી 2028થી પ્રતિબંધ લાગુ થશે. N2 કેટેગરીના LGV માટે પણ 2028 અને 2029 દરમિયાન તબક્કાવાર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. CAQMએ સ્ટોન ક્રશિંગ યુનિટમાંથી થતા પ્રદૂષણને રોકવા Direction No. 103ને પણ મંજૂરી આપી છે. તેમાં ધૂળ નિયંત્રણના પગલાં ફરજિયાત કરવામાં આવશે. સાથે જ વીડિયો સર્વેલન્સ, PM2.5 અને PM10 સેન્સર તથા વ્હીલ-વોશિંગ જેવી વ્યવસ્થાઓ મજબૂત કરવામાં આવશે.
4.60 કરોડથી વધુ વૃક્ષો અને છોડ વાવવાનો લક્ષ્યાંક
CAQMએ પ્રદૂષણ નિયંત્રણ માટે ચાર R&D પ્રોજેક્ટને બે વર્ષ માટે કુલ ₹3.25 કરોડથી વધુની આર્થિક મદદ મંજૂર કરી છે. આ પ્રોજેક્ટમાં રોડ ડસ્ટ, મિકેનિકલ રોડ સ્વીપિંગ, પાર્ટિક્યુલેટ મેટર અને પરાળી સળગાવવાની આગાહી જેવા વિષયો સામેલ છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારી 1,816 પ્રદૂષણકારી એકમોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે દિલ્હી-NCRમાં 2026-27 દરમિયાન 4.60 કરોડથી વધુ વૃક્ષો અને છોડ વાવવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Kozhikodeમાં કથિત કોર્પોરેટ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 9 સ્થળે પાડ્યા દરોડા