દિલ્હીથી પૂર્વા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક કપલની કથિત લડાઈ ચર્ચાનો વિષય બની ગઈ. Reddit પર શેર કરાયેલા એક મુસાફરના અનુભવ મુજબ, 2AC કોચમાં બેઠેલા પતિ-પત્ની વચ્ચે પહેલા પત્નીના શિક્ષણને લઈને બોલાચાલી શરૂ થઈ અને થોડા જ સમયમાં મામલો ડિવોર્સ સુધી પહોંચી ગયો.

‘આ લગ્ન મારા જીવનની સૌથી મોટી ભૂલ’

મુસાફરના જણાવ્યા મુજબ સવારે લગભગ 10 વાગ્યે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ હતી. પતિએ કથિત રીતે આ લગ્નને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી હતી બંને એકબીજા પર બૂમો પાડતા હોવાથી કોચના અન્ય મુસાફરોનું ધ્યાન પણ તેમની તરફ ગયું.

માતાને ‘બકવાસ કરનારી’ કહેતાં મામલો વકર્યો

કથિત ઝઘડા દરમિયાન પત્નીએ પતિની માતા અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ પતિએ પણ પત્ની અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી અને તેના પર પૈસા ઉડાવવાનો આરોપ મૂક્યો હોવાનો મુસાફરે દાવો કર્યો.

વાત સીધી ડિવોર્સ સુધી પહોંચી

ઝઘડો વધતાં પતિએ પોતાની માતાને ફોન કરીને વકીલની વ્યવસ્થા કરવા અને ડિવોર્સની કાર્યવાહી શરૂ કરવાની વાત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે સમયે કોચમાં હાજર અન્ય મુસાફરો પણ સમગ્ર ઘટનાને જોઈ રહ્યા હતા.

પત્ની પર ચીટિંગનો આરોપ

આ દરમિયાન પતિએ પત્ની પર નોઈડામાં અન્ય વ્યક્તિ સાથે ચીટિંગ કરવાનો આરોપ પણ લગાવ્યો હોવાનો દાવો છે. બીજી તરફ, મહિલાએ પતિ સામે ઉત્પીડનનો કેસ કરવાની ધમકી આપી હોવાની વાત પણ સામે આવી છે.

‘મોટા નેતાઓને ઓળખું છું’ની પણ વાત

મુસાફરના દાવા પ્રમાણે પતિએ જવાબમાં પોતે મોટા નેતાઓને ઓળખતો હોવાની વાત કરી હતી અને પત્ની તેનું કંઈ બગાડી નહીં શકે એવું કહ્યું હતું. જોકે, આ સમગ્ર વાતચીત અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ સામે આવી નથી.

BF-GFએ પણ આપી શાંતિની સલાહ

કોચમાં હાજર અન્ય એક કપલ, જે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોવાનું જણાવાયું છે, તેણે પતિ-પત્નીને ઝઘડો બંધ કરીને ઘરે જઈને અંગત મુદ્દાઓ ઉકેલવાની સલાહ આપી હતી.

અંતે TTEએ બંનેને અલગ કર્યા

ઝઘડો લાંબો ચાલતા કોચમાં મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારબાદ TTEએ બંનેને અલગ કર્યા અને પતિને બીજા કોચમાં બીજી સીટ પર મોકલી દીધો હોવાનું Reddit પોસ્ટમાં જણાવાયું છે.

મુસાફરે ઘટના શેર કરી

આ સમગ્ર ઘટનાની માહિતી હાલ એક મુસાફર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અનુભવ પર આધારિત છે. પતિ-પત્ની વચ્ચે થયેલી વાતચીત અથવા લગાવવામાં આવેલા આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. 

આ પણ વાંચો  :   Vav-Tharad: ‘ગુજ્જુ લવ ગુરુ’ મોત કેસમાં FIR બાદ સસ્પેન્સ વધ્યું, સામે આવી અકસ્માતની નવી કડી