દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા ખેલાડીઓના જાતીય સતામણીના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના સહયોગી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ જજ અશ્વિની પનવરે કેમેરા સામે ચુકાદો આપ્યો. તમને જણાવી દઈએ કે, કોર્ટે 10 મે 2024ના રોજ બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354 અને 354A હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યો હતો. કોર્ટે બ્રિજભૂષણની સાથે સાથે તેના સહયોગી વિનોદ તોમર વિરુદ્ધ આરોપ નક્કી કર્યા હતા. મહિલા પહેલવાનોએ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર
પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કોર્ટના આદેશ પછી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમણે જે પહેલા કહ્યું હતુ. તે હવે સાચું થયું છે. તેના વકીલે કહ્યું કે,કોર્ટના વિસ્તૃત આદેશની રાહ જોઈ રહ્યા હતા.તેમણે કહ્યું કે શરૂઆતથી જ તેમનો અભિપ્રાય એવો રહ્યો છે કે ફરિયાદ અને ફરિયાદીના નિવેદનો વચ્ચે ઘણી વિસંગતતાઓ અને વિરોધાભાસ હતા. વકીલના મતે, કોર્ટનો વિસ્તૃત આદેશ જલ્દી જાહેર કરવામાં આવશે. ત્યાર પછી આગળની કાનુની પ્રકિયા પર વિસ્તારથી ટિપ્પણી કરવામાં આવશે.
