દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાની આગેવાનીમાં ઈન્ડિયા ગેટથી કર્તવ્ય પથ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં યુવાનો, સામાન્ય નાગરિકો અને ભાજપના કાર્યકરોએ હાથમાં તિરંગો લઈને યાત્રામાં ભાગ લીધો. આ દરમિયાન 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો.

https://twitter.com/NitinNabin/status/2087545407073358276

ભાજપ અધ્યક્ષે કહ્યું કે 'દેશને આગળ લઈ જવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા'

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તિરંગાના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ દેશની એકતા, સન્માન, સ્વતંત્રતા અને વીર શહીદોની કુરબાનીનું પ્રતીક છે. તેમણે દિલ્હીના લોકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી હતી.

યાત્રા બાદ સભાને સંબોધતા ભાજપ અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે દેશને આગળ લઈ જવામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે યુવાનોને 2047 સુધી ભારતને વિકસિત અને વિશ્વમાં મજબૂત દેશ બનાવવા માટે યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે લોકોને 13થી 15 ઓગસ્ટ સુધી 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા, પોતાના ઘરો પર તિરંગો ફરકાવવા અને તિરંગા સાથે સેલ્ફી લઈને દેશના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવા જણાવ્યું.

'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ

નિતિન નવીને કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ આજે કાશ્મીરમાં તિરંગો સમગ્ર સન્માન સાથે લહેરાઈ રહ્યો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની સાથે 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. યાત્રામાં કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા સહિત દિલ્હી સરકારના મંત્રીઓ અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Emami સાથે ટ્રેડ ડ્રેસ વિવાદ વચ્ચે ડાબરને રાહત, હાજર સ્ટોકને 30 સપ્ટેમ્બર સુધી વેચી શકશે