ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાં આજે સેના, એનડીઆરએફ અને એસડીઆરએફ અને અન્ય એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી યથાવત છે. ધરાલી-હરસિલમાં વાદળ ફાટવાથી આવેલા પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. લોકોને માતલી હેલિપેડ પર લઇ જવાઇ રહ્યા છે. સીએમ ધામી રાહત અને બચાવ કામગીરીના કામો પર નજર રાખી રહ્યા છે.


સીએમ ધામી રાખી રહ્યા છે નજર 

સીએમ ધામી રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે રસ્તો, નેટવર્ક તથા વીજળી અને ખાદ્ય ચીજ વસ્તુતો સહિતની જરૂરી સુવિધાઓને જલ્દી પુરી પાડવાના આદેશ આપ્યા છે. તેમણે આશ્વાસન આપ્યું કે સરકાર તમામ પ્રભાવિત લોકોને સુરક્ષિત કાઢવા માટે તથા સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસ કરી રહી છે.


ભારતીય વાયુસેના પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઇ છે. વાયુસેનાનું ચિનુક અને મિગ 17વીફઆઇ હેલિકોપ્ટર પણ કામગીરીમાં જોડાયુ છે. રસ્તાનો સંપર્ક ધ્વસ્ત થયા બાદ વાયુસેનાની ભૂમિકા મહત્વની થઇ ગઇ છે. વાયુસેનાએ 130 એનડીઆરએફ, એસડીઆરએફના કર્મીઓને તહેનાત કર્યા છે. લગભગ 20 ટન રાહત સામગ્રી હવાઇ માર્ગથી પહોંચાડવામાં આવી છે.

9 સેના કર્મીઓ હજી ગુમ

આ દુર્ઘટના પછી નજીકના ગામડાઓ અને આર્મી કેમ્પમાં આશ્રય લેનારા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરોએ દિવસભર અનેક ઉડાન ભરી હતી. 69 NDRF બચાવ કાર્યકરો, બે સ્નિફર ડોગ્સ અને પશુચિકિત્સકોની એક ટીમ પણ બચી ગયેલા લોકોને શોધવા માટે કામગીરીમાં જોડાઈ છે. સેનાએ જણાવ્યું હતું કે 50 થી વધુ લોકો અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત નવ સૈન્ય કર્મચારીઓ હજુ પણ ગુમ છે.


વરસાદને કારણે અવરોધ

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરકાશીમાં ભારે વરસાદને બચાવ કામગીરીમાં રુકાવટ આવી રહી છે કારણ કે રસ્તો બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. જેને લઇને રાહત અને બચાવ ટીમો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહી છે. વાયુસેનાની મદદથી રાહત અને બચાવ કામગીરી થઇ રહી છે. જિલ્લાના ઘણા રસ્તાઓ હજુ પણ ઘણી જગ્યાએ ભૂસ્ખલનના કાટમાળથી અવરોધિત છે અથવા નુકસાન પામેલા છે.


  • Follow us on: