હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભારતના સ્વદેશી હેલીકોપ્ટર વિકાસનો એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે, આવતીકાલે એટલે કે 30 ડિસેમ્બર 2025એ બેંગલુરૂની HAL ફેસિલિટીમાં ધ્રુવ-NG (નેકસ્ટ જનરેશન) હેલીકોપ્ટરની પ્રથમ ઉડાન યોજાવવાની છે. આ ઉડાન માત્ર ટેક્નિકલ સફળતા નથી પણ HALના સિવિલ એવિએશન ક્ષેત્રમાં મોટા વિસ્તારની શરૂઆત પણ છે.
શું છે ધ્રુવ-NG?
ધ્રુવ-NG ભારતીય સેના માટે અગાઉથી જ સફળ સાબિત થઈ ચૂક્યુ છે, એડવાન્સડ લાઈટ હેલીકોપ્ટર (ALH ધ્રુવ)નું નવું અને સારૂ વર્ઝન છે. તેમાં ઘણા આધુનિક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમ કે વધારે તાકાતવર એન્જિન, સારી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ, ઓછું વજન અને વધારે ઈંધણ ક્ષમતા, આધુનિક સુરક્ષા ફિચર્સ, વધારે ઉંચાઈ અને સારૂ પ્રદર્શન. આ હેલીકોપ્ટર સૈન્ય ઉપયોગની સાથે સાથે નાગરિકની જરૂરિયાતો માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.













