યુપીના બરેલીમાં દિશા પટનીના ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીઓને ઠાર કરાયા છે. 48 કલાકમાં જ નોઇડાની એસટીએફ અને યુપી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા બંને આરોપીઓને અથ઼ડામણમાં ઠાર માર્યા છે. જે બાદ અભિનેત્રીના પિતા અને પૂર્વ ડિએસપી જગદીશ પટની અને સીએમ યોગી આદિત્યનાથનો આભાર માન્યો છે.
યોગી આદિત્યનાથનો આભાર માનું છું- જગદીશ પટણી
અભિનેત્રી દિશા પટણીના પિતાએ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે માનનીય યુપી સીએમ યોગી આદિત્યનાથએ પોતાની તરફથી તથા સમગ્ર પરિવાર તરફથી આભાર માનુ છું. જેવુ તેમણે મને કહ્યું હતું તેવુ જ આટલા ઓછા સમયમાં આરોપીઓને શોધીને આવી કડક કાર્યવાહી કરી. મે માનનીય મુખ્યમંત્રી સાથે ફોન પર વાત ચીત કરીને તેમનો આભાર માન્યો. તેમના નેતૃત્વમાં યુપી સરકાર અને યુપી પોલીસ ભય મુક્ત સમાજની કલ્પનાને પૂર્ણ રીતે સાકાર કરી રહી છે.
12 સપ્ટેમ્બરે કર્યુ હતું ફાયરિંગ
જો કે ગત રાત્રે જગદીશ પટનીએ મીડિયા સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાથી પરિવાર ગભરાઈ ગયો છે. હકીકતમાં 12 સપ્ટેમ્બરના રોજ લગભગ 3:45 વાગ્યે, બે બાઇક સવાર હુમલાખોરોએ બરેલીમાં દિશા પટનીના ઘરે લગભગ નવ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ, ગેંગે સોશિયલ મીડિયા પર જવાબદારી સ્વીકારી હતી અને તેને અભિનેત્રીની બહેન ખુશ્બુ પટનીએ કથાવાચક પ્રેમાનંદ મહારાજ અને અનિરુદ્ધાચાર્ય વિશે કરેલી ટિપ્પણીઓનો બદલો ગણાવ્યો હતો.
આરોપીઓ એન્કાઉન્ટરમાં મરાયા ઠાર
હુમલા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા પટણીના પિતા, જે ભૂતપૂર્વ ડીએસપી હતા તેમની સાથે ફોન પર વાત કરી છે અને પરિવારને સુરક્ષાની ખાતરી આપી હતી.. પોલીસે અઢી હજારથી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને આરોપીઓની ઓળખ કરી હતી અને પછી તેમને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા.