ભારતના DRDOએ દેશની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓનું સફળ પ્રદર્શન કર્યું છે. 10 અને 11 જૂન, 2026 દરમિયાન સતત ત્રણ સફળ ફ્લાઈટ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા, જેમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોથી સુરક્ષા તેમજ મધ્યમ અંતરની એન્ટી-શિપ ક્ષમતાનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું.
DRDOના જણાવ્યા મુજબ ભારતની મલ્ટી-લેયર્ડ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન ઈન્ટરસેપ્ટર મિસાઈલોએ પોતાના નિર્ધારિત લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા. નવી અને અદ્યતન ટેક્નોલોજી સાથે વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ ભવિષ્યમાં ઊભા થઈ શકતા મિસાઈલ ખતરાઓનો સામનો કરવા માટે સક્ષમ છે. આ સફળ પરીક્ષણો બાદ ભારત હવે એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જેમની પાસે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) સ્તરના ખતરાઓને રોકવાની ક્ષમતા ઉપલબ્ધ છે.
શું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે?
આ ઉપરાંત DRDOએ નેવલ એન્ટી-શિપ મિસાઈલ – મિડિયમ રેન્જ (NASM-MR)નું પ્રથમ ફ્લાઈટ ટેસ્ટ પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ મિસાઈલ દરિયામાં દુશ્મનના યુદ્ધજહાજો અને અન્ય નૌકાદળના લક્ષ્યોને ચોક્કસ રીતે નિશાન બનાવવામાં સક્ષમ માનવામાં આવે છે. આ તમામ પરીક્ષણો DRDO અને ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે DRDOને આ મહત્વપૂર્ણ સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે આ ઉપલબ્ધિઓ ભારતની રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને ટેક્નોલોજીકલ શક્તિને વધુ મજબૂત બનાવશે.
દરિયાઈ સુરક્ષામાં નોંધપાત્ર મજબૂતી મળશે
રક્ષા સંશોધન અને વિકાસ વિભાગના સચિવ તેમજ DRDOના અધ્યક્ષે પણ પરીક્ષણોની નજીકથી દેખરેખ રાખી હતી. તેમણે DRDOના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ જગતના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી. આ સફળ પરીક્ષણોથી ભારતની વ્યૂહાત્મક રક્ષા ક્ષમતા અને દરિયાઈ સુરક્ષા બંનેને નોંધપાત્ર મજબૂતી મળશે. NASM-MRના પ્રથમ ઉડાન પરીક્ષણ દ્વારા મધ્યમ અંતરની એન્ટી-શિપ રક્ષણ ક્ષમતાનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. DRDO દ્વારા આ મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓના સફળ વિકાસ અને પરીક્ષણ માટે દેશભરમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Air Force Aircraft Crash: 22 વખત ક્રેશ છતાં AN-32 વાયુસેના માટે કેમ ખાસ? જાણો કિંમત