DRDOએ આજે ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં પિનાકા લોન્ગ રેન્જ ગાઈડેડ રોકેટની પ્રથમ સફળ પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણ ભારતીય સેનાની ભવિષ્યની યુદ્ધની ક્ષમતાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.


પિનાકા LRGR 120ને DRDOની ઘણી લેબમાં મળીને વિકસિત કરવામાં આવ્યું

પિનાકા રોકેટ સિસ્ટમનું નામ ભગવાન શિવના ધનુષ પર રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં આ એક અનગાઈડેડ રોકેટ લોન્ચર હતું, જેની મારક ક્ષમતા લગભગ 40 કિલોમીટરની હતી. હવે તેના ગાઈડેડ સ્વરૂપને વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેની રેન્જ 120 કિલોમીટર સુધીની છે. પિનાકા LRGR 120ને DRDOની ઘણી લેબમાં મળીને વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં પુણેની આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિસમેન્ટ, હૈદરાબાદની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ અને રિસર્ચ સેન્ટર બિલ્ડીંગ સામેલ છે.

દુશ્મન દેશો મુકાયા ચિંતામાં

પિનાકા LRGR 120ની ખાસિયત એ છે કે તેની મારક ક્ષમતા 120 કિલોમીટર સુધીની છે, જે જુના રોકેટ કરતા વધારે છે. આ પુરી રીતે ગાઈડેડ રોકેટ છે, જેમાં નેવિગેસન, ગાઈડન્સ અને કંટ્રોલ સિસ્ટમ લાગી છે. તેની સટીકતા એટલી વધારે છે કે તે 10 મીટરના દાયરામાં લક્ષ્યને ભેદી શકે છે. 2021 બાદ ચીન તરફથી 300 કિલોમીટરની રેન્જ વાળી રોકેટ સિસ્ટમ તૈનાત કર્યા બાદ ભારતીય સેનાએ DRDOને 120 અને 300 કિલોમીટર રેન્જ વાળા પિનાકા રોકેટ વિકસિત કરવાનો અનુરોધ કર્યો હતો. પિનાકાની લાંબી રેન્જ અને સટીક મારક ક્ષમતા ભારતને ચીન અને પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક લાભ આપે છે.

ફ્રાન્સને પિનાકા Mk-3માં પડ્યો રસ

તેની વચ્ચે ફ્રાન્સે પણ પિનાકા Mk-3માં રસ દાખવ્યો છે. જેનાથી ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગને વધુ મજબૂતી મળવાની આશા છે. પિનાકા LRGR 120ની સફળતા આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે અને તે ભારતીય સેનાને આધુનિક યુદ્ધ માટે એક ખુબ જ શક્તિશાળી હથિયાર પ્રદાન કરે છે. 

  • Follow us on: