અસમમાં ઉદલગુરીમાં ધરા ધ્રુજી હોવાના સમાચાર સામે આવ્યા છે. રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપના ઝટકાનો અનુભવ થવાના કારણે લોકો તાત્કાલિક પોતાના ઘરની બહાર નીકળી ગયા છે. NCSએ આ અંગે જાણકારી આપી છે. NCS મુજબ ભૂકંપ રવિવારે સાંજે 4 વાગ્યેને 41 મિનિટ પર આવ્યો છે અને તેનું કેન્દ્ર 5 કિલોમીટર ઉંડાઈ પર હતું.













