રાજકારણ માટે એમ કહેવાય કે બગલા જેવા ધોળા કપડાં પહેરીને મસની કોઠીમાં કામ કરવું. ક્યારે કયા નેતા પર કે તેમના પરિવાર પર શું કાર્યવાહી થાય અને કેવા આરોપો લાગે એ નક્કી કરી શકાય નહીં પરંતુ જો આરોપ સાચા સાબિત થાય તો કરિયર ધોવાતા જરાય વાર ન લાગે. હાલ એવીજ કઈક હાલત છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની થઈ છે.
ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બેબાક નેતા કે જેમનો બોલવાનો અંદાજ અન્ય નેતા કરતા થોડો અલગ દેખાઈ આવે હાલ એવા નેતાની બોલતી સાવ બંધ થઈ જાય એવી એક ઘટના તેમનાજ પરિવારમાં ઘટી છે. કથિત દારૂ કૌભાંડ બાબતે ઘણા સમયથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય પર ચાલી રહેલ કાર્યવાહીના ભાગરૂપે આજે EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન, કેન્દ્રીય એજન્સીએ ચૈતન્ય બઘેલની ધરપકડ પણ કરી છે.
કેસમાં નવા પુરાવા મળ્યા
કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના કેસમાં ઘણા સમયથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય પર એક કાર્યવાહી ચાલી રહી હતી . ત્યારે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કથિત દારૂ કૌભાંડને લગતા નવા પુરાવા મળતા આ કેસની કડીઓ પાકી બની હોવાથી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય પર કડક કાર્યવાહી કારવાના ઇરાદાથી શુક્રવારે સવારે ED એ દારૂ કૌભાંડ સંદર્ભે રાયપુરમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી છે.
ભૂપેશ બઘેલે લગાવ્યા ગંભીર આરોપ
કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી કરવામાં આવેલ આ ધરપકડની કાર્યવાહી બાદ પત્રકારો સાથે વાત કરતા ભૂપેશ બઘેલે કહ્યું કે 'અમે વિધાનસભામાં અદાણીનો મામલો ઉઠાવવાના હતા જે બાદ અદાણીને ખુશ કરવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે EDને અમારા ઘરે રેડ પાડવા મોકલ્યા છે પરંતુ અમે ડરીશું નહીં અમે તેમની સામે ઝૂકીશું નહીં અમે લડીશું અને આ સત્ય માટેની લડાઈ છે'.