વડોદરાના કારેલીબાગમાં અક્ષતા સોસાયટીના લોકોનો રોષ વકર્યો હતો. 15 દિવસથી સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. સોસાયટીના રહિશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર. સતત હાલાકીનો સામનો કરતાં રહિશો આજે કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા. અક્ષતા સોસાયટીમાં પાણીને લઇ થતી મુશ્કેલીનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 15 દિવસથી સતત પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.


સ્થાનિકોએ રોડ પર માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો

કોર્પોરેશન કચેરી પહોંચીને રહિશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વારંવારની રજૂઆત કર્યા બાદ પણ તંત્ર નહીં સાંભળતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આક્રોશથી ભરાયેલા સ્થાનિકોએ રોડ પર માટલા ફોડીને કોર્પોરેશન તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કાઉન્સિલરો પણ તેમની સમસ્યા સાંભળવા આવતા નથી. કોઈ ઉકેલ ન મળતાં સ્થાનિકોએ કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા.

અક્ષતા સોસાયટીના રહિશોએ પાલિકા કચેરીએ ધામા નાંખ્યા

કારેલીબાગ વિસ્તારમાં પાણીની સમસ્યા વકરી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નકર પગલા લેવામા આવ્યા નથી. આ પરિસ્થિતિમાં અક્ષતા સોસાયટીના રહિશોએ પોતાનો પારો ગુમાવ્યો હતો અને રસ્તા પર માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. 15 દિવસથી અનેકો વાર રજૂઆતો કરવા છતાંય પાલિકાના પેટનું પાણી પણ ન હલતું હોવાથી રહિશોએ પાલિકા કચેરીએ ધામા નાંખ્યા હતા. આમ, સ્થાનિકોનો આક્રોશ પાલિકા કચેરીએ છલક્યો. 

  • Follow us on: