વડોદરા શહેરના ખાડાઓ નાગરિકો માટે જોખમી બનવા લાગ્યા છે. રોડ અને રસ્તાને લઈને પડતી હાલાકીને લઈને લોકો સવાલ ઉઠાવવા લાગ્યા છે. કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં એક જાગૃત નાગરિક દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી. રોડ પર ખુલ્લી ગટરો અને ગાબડાંના કારણે વાહનચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. જીવના જોખમે વાહનચાલકો રસ્તાઓ પરથી પસાર થાય છે. જેને લઈને હિતેશ સાગઠીયા નામના શખ્સે લોકોને ગટરના ઢાંકણા અને ખાડામાં પડતા બચાવવા પાલિકામાં અરજી કરી.
જાગૃત નાગરિકે પાલિકામાં કરી ફરિયાદ
આખરે એક નાગરિકે પાલિકા સામે બાથ ભીડતા તેમને ખરાબ અનુભવ થયો. લોકોને પડતી હાલાકીને લઈને જાગૃત નાગરિકે તંત્રને કામગીરી કરવાનું તેને ભારે પડ્યું. શહેરના ખાડાઓ અને ખુલ્લા ગટરના ઢાંકણાને લઈને અરજી કરતાં કોન્ટ્રાક્ટરે ધમકી આપ્યાનો આક્ષેપ અરજદાર કરવામાં આવ્યો. જાગૃત નાગરિક હિતેશ સાગઠિયાએ કહ્યું કે ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે હું નીચ પટકાયો હતો. સદનસીબે એ વખતે વાહનની અવરજવર ઓછી હોવાથી મોટા અકસ્માતનું જોખમ ટળ્યું હતું અને મને વધુ ગંભીર ઇજા થઈ નહોતી.
કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી
વધુમાં તેમણે કહ્યું કે દરેક વખતે આવું નથી બનતું. મારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ ખાડા કે ગટરમાં પડવાના કારણે ગંભીર અકસ્માતનો શિકાર થઈ શકે છે. એટલે જ મેં આ બાબતે તંત્રનું ધ્યાન દોરતા પાલિકામાં અરજી કરી હતી કે આ મામલે સત્વરે કામગીરી કરવામાં આવે. પરંતુ લોકોની મુશ્કેલીઓને લઈને જ્યારે સવાલ ઉઠાવ્યા ત્યારે ધમકીઓ મળવા લાગી. હિતશે સાગઠિયા નામના શખ્સે કોન્ટ્રાક્ટર દ્વારા અપાયેલ ધમકી મામલે કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
લોકોને હાલાકી ઉઠાવ્યા સવાલ
નોંધનીય છે થોડા સમય પહેલા જ એક શખ્સનું ગટરમાં પડવાથી મોત થયું હતું. તેમજ ખાડાના કારણે પણ વાહનચાલકો અકસ્માતનો શિકાર થયાનું સામે આવ્યું છે. એકબાજુ કારેલીબાગના સ્થાનિકો પાણીની સમસ્યા મામલે રોડ પર માટલા ફોડી તંત્ર સામે વિરોધ કરી રહ્યા છે. અક્ષતા સોસાયટીના રહીશો છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અને બીજી બાજુ લોકોની સમસ્યાને લઈને જ્યારે જાગૃત નાગરિક સવાલ ઉઠાવે છે ત્યારે ધમકીનો સામનો કરવો પડે છે.