વડોદરાના માંજલપુરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. માંજલપુરની કબીર સોસાયટી તસ્કરોએ રેકી બાદ કુખ્યાત ચડ્ડી બંડી ગેંગ ચોરી કરવા ત્રાટકે છે. છેલ્લા ઘણા દિવસોથી ચોરી થતા રહીશોમાં ભય ફેલાયો છે. બહાર ફરવા ગયેલા લોકોના ઘરે ચોરીને અંજામ આપે છે. અગાઉ રજૂઆત કરતા રાત્રે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું હતું.


માંજલપુરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો

માંજલપુરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. ગેંગ દ્વારા પહેલા ઘરની બહાર રેકી કરવામાં આવે છે. જે ઘર ખાલી દેખાય અથવા ઘરમાં કોઈના હોય તેવા ઘરને નિશાન બનાવે છે. આ ગેંગને ઘર ખાલી છે તેમ જણાય એટલે ઘર સાફ કરીને ફરાર થઈ જાય છે. સોસાયટીમાં વધતા જતા ચોરીના બનાવના પગલે લોકોમાં ભયોનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચોરીની ઘટનાના CCTV પણ સામે આવ્યા 

કબીર સોસાયટી તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. સોસાયટીમાં ચોરીની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 3 ચોરો બાઈક પર આવે છે અને ઘરમાં તપાસ કરે છે. જો કાઇ ઘર ખાલી જણાય તેવા ઘરને આ ગેંગ નિશાન બનાવે છે. સોસયટી દ્વારા આ ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવી છે. સાથે જ રહીશો દ્વારા માગ કરવામાં આવી છે કે પોલીસ પેટ્રોલીગ વધારવામાં આવે .


  • Follow us on: