વડોદરા શહેરમાં અવાર નવાર લોકોને વીજધાંધિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે છેલ્લા પાંચ મહિનાથી વીજ તંત્ર દ્વારા નાગરીકોને વીજ બીલ આપવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે મામલે નાગરીકોએ પોતાનો રોષ ઠલવ્યો છે. પાંચ મહિનાનાથી વીજ બીલ ન આવતા વક્રતુંડ સોસાયટીના રહિશોએ પોતાનો આક્રોશ ઠલવ્યો છે. વક્રતુંડ સોસાયટીના રહિશો દ્વારા ઈન્દ્રપુરી સબ ડિવિઝન ઓફિસ ખાતે પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.


20 હજારની રકમનું બીલ મળતા રહિશોનો પારો ફાટ્યો

વીજ કચેરીમાં જવાબદાર અધિકારી હાજર ન હોવાથી રહિશોનો રોષ વકર્યો હતો. જવાબદાર અધિકારીને બોલાવી પોતાની સમસ્યાનો નિવારણ લાવવા માટે રહિશોએ વિજ કચેરીએ ધામા નાંખ્યા હતા. પાંચ મહિના સુધી કોઈ વીજ બીલ ન મળ્યૂ અને પાંચ મહિના બાદ સીધુ 20 હજારની રકમનું બીલ મળતા રહિશોનો પારો ફાટ્યો છે. અગાઉ પણ આવી બાબતે વીજ તંત્ર સામે વિરોધ પ્રદરશનો થઈ ચૂક્યા છે. વીજ તંત્ર યોગ્ય કામગીરી સાથે સમસ્યાનું નિવારણ લાવે તેવી માંગ રહિશોમાં પ્રવર્તિ છે.

રહીશોનો વિરોધ જોઈ વીજ તંત્ર થયું દોડતું

વડોદરામાં સ્માર્ટ વીજ મીટરોનો શરૂઆતથી જ વિરોધ રહ્યો છે. જેનો રોષ રહિશોમાં જોવા મળ્યો હતો. ઈન્દ્રપુરી સબ ડિવિઝનની કચેરી ખાતે અધિકારી ન મળતા રહિશોનો રોષ બેવડો જોવા મળ્યો હતો. વીજ તંત્ર દ્વારા 5 મહિના દરમિયાન કોઈ વીજ બીલ આવ્યુ જ નથી. 5 મહિના બાદ વિજબીલનો આંકડો 20 હજારે પહોંચ્યો કઈ રીતે તેવો પ્રશ્ન રહિશોને વીજ કચેરી સુધી લઈ આવ્યો છે. વક્રતુંડ સોસાયટીના રહીશોનો વિરોધ જોઈ વીજ તંત્ર દોડતું થયું છે. 

  • Follow us on: