કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર રાહુલ નવીનના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની એપોઈન્ટમેન્ટ્સ કમિટી (Appointments Committee of the Cabinet-ACC)એ રાહુલ નવીનના કાર્યકાળને 13 ઓગસ્ટ 2026 બાદ વધુ એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે. હવે તેઓ 13 ઓગસ્ટ 2027 સુધી EDના ડિરેક્ટર તરીકે પદ પર રહેશે.
https://twitter.com/ANI/status/2086474619691864484
13 ઓગસ્ટ 2027 સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપશે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાહુલ નવીન IRS (IT:93074) અધિકારી છે. તેમનો કાર્યકાળ 13 ઓગસ્ટ 2026ના રોજ પૂર્ણ થવાનો હતો. હવે ACCની મંજૂરી બાદ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ એક્સટેન્શન દરમિયાન રાહુલ નવીનને તેમની નિવૃત્તિની તારીખ બાદ પણ સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેમની સુપરએન્યુએશનની તારીખ 31 જુલાઈ 2027 છે. એટલે કે નિવૃત્તિની તારીખ બાદ પણ તેઓ 13 ઓગસ્ટ 2027 સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપી શકશે.
EDમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે રાહુલ નવીન
સરકારના આ નિર્ણયને EDના નેતૃત્વમાં સતતતા જાળવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. રાહુલ નવીનના નેતૃત્વ હેઠળ ED દ્વારા મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓ સાથે જોડાયેલા અનેક કેસોમાં તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાહુલ નવીનનો કાર્યકાળ 13 ઓગસ્ટ 2027 સુધી અથવા આગામી આદેશ સુધી, બેમાંથી જે પહેલાં આવે ત્યાં સુધી રહેશે.
રાહુલ નવીન અગાઉ EDમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે અને તેમની પાસે તપાસ તથા નાણાકીય ગુનાઓ સંબંધિત કેસોનો લાંબો અનુભવ છે. કાર્યકાળ લંબાવવાના નિર્ણયથી આગામી એક વર્ષ દરમિયાન EDની ચાલી રહેલી તપાસ અને મહત્વપૂર્ણ કેસોમાં નીતિગત તથા વહીવટી સતતતા જળવાઈ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો : RG Kar રેપ કેસની ફરીથી શરૂ થશે તપાસ, CM સુવેન્દુ અધિકારીની મોટી કાર્યવાહી