CBSE ગવર્નિગ બોડીએ ધોરણ 9 માટે ઓપન બુક એસેસમેન્ટ સ્ટ્રેટજી (OBAS) શરૂ કરવા માટે કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂર કરી લીધો છે. બોર્ડની અભ્યાસક્રમ સમિતિ તરફથી ધોરણ 8 માટે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, જે સત્ર 2026-27થી શરૂ થશે.
બાળકોને વસ્તુઓને યાદ રાખવાની જગ્યાએ તેને પુરી રીતે સમજવામાં મદદ મળશે
આ પગલું શાળાના અભ્યાસ માટે નેશનલ અભ્યાસક્રમ ફ્રેમ વર્ક ઓફ સ્કુલ એજ્યુકેશન સાથે જોડાયેલો છે. જેની હેઠળ 2023માં જુની શિક્ષણ પદ્ધતિને યોગ્યતા-આધારિત શિક્ષણમાં શિફ્ટ કરવા પર જોર આપવામાં આવ્યું છે. બાળકોને વસ્તુઓને યાદ રાખવાની જગ્યાએ તેને પુરી રીતે સમજવામાં મદદ મળશે. એક પાયલટ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી મુશ્કેલીઓને ઉજાગર કરવામાં આવશે. ત્યારે પરીક્ષાના દબાણને ઓછું કરવા અને આલોચનાત્મક વિચારને વધારવા માટે ઓબીએસની ક્ષમતાને લઈ શિક્ષકોની જે આશા બંધાઈ છે, તેને પણ ઉજાગર કરાઈ છે.
ગવર્નિગ બોડીએ ભલામણને મંજૂર કરી દીધી
આ યોજનામાં મુખ્ય વિષયોમાં પ્રત્યેક સત્રમાં 3 પેન-પેપર મુલ્યાંકનોમાં ઓબીએએસને સામેલ કરાશે. તેનાથી સ્ટાન્ડર્ડાઇઝ્ડ મોડલ પેપર અને ગાઈડન્સની સાથે વિદ્યાર્થીઓને રેફરન્સ મટિરિયલનો પ્રભાવી ઢંગથી ઉપયોગ કરવામાં અને પોતાના જ્ઞાનને પ્રાસંગિક રીતે ઉપયોગ કરવામાં મદદ મળશે. ગવર્નિગ બોડીએ આ વર્ષ 25 જૂને થયેલી પોતાની બેઠકમાં આ ભલામણને મંજૂર કરી દીધી છે. ઓપન બુક એસેસમેન્ટ સ્ટ્રેટજીએ વિદ્યાર્થીઓના પરર્ફોમન્સ પર ખુબ જ અસર પડશે.