નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટ (UGC NET) ડિસેમ્બર સેશનનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ હજારો ઉમેદવારો માટે કરિયરના અનેક નવા રસ્તાઓ ખૂલી ગયા છે. આ સત્રમાં 5108 ઉમેદવારોએ JRF અને આસિસ્ટન્ટ પ્રોફેસર બંને માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે 54,713 ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી પ્રવેશ માટે સફળ જાહેર થયા છે.
JRF અને SRF: રિસર્ચમાં શ્રેષ્ઠ તક
જે ઉમેદવારો શૈક્ષણિક ક્ષેત્રે સંશોધન (Research) કરવા માંગે છે તેમના માટે JRF (Junior Research Fellowship) શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્ટાઇપેન્ડ: JRF પાસ કરનારને પીએચડી દરમિયાન દર મહિને આશરે રૂ.37,000 સ્ટાઇપેન્ડ મળે છે. SRF: બે વર્ષના સંશોધન બાદ ઉમેદવાર SRF (Senior Research Fellowship) માટે પાત્ર બને છે, જેમાં આગામી ત્રણ વર્ષ માટે દર મહિને આશરે રૂ.42,000ની સહાય મળે છે. કન્ટિજન્સી ગ્રાન્ટ: સ્ટાઇપેન્ડ ઉપરાંત સંશોધન માટે વાર્ષિક રૂ.10,000થી રૂ.25,000 સુધીની વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે.













