સોશિયલ મીડિયા પર પ્રાણીઓ વચ્ચેનો પ્રેમ અને પરસ્પર નિકટતા દર્શાવતા અસંખ્ય વીડિયો વાયરલ થતા હોય છે, જે ક્યારેક માણસોને પણ આશ્ચર્યચકિત કરી દે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર સામે આવેલો એક અનોખો અને હૃદયસ્પર્શી વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં મુશળધાર વરસાદ વચ્ચે એક વિશાળ હાથી રસ્તાની બાજુમાં આવેલા એક મોટા ઝાડ નીચે ઊભો જોવા મળે છે. ખાસ વાત એ છે કે, તે હાથીની આસપાસ અને તેના શરીર તથા પગની નીચે કેટલાક કૂતરાઓ વરસાદથી બચવા માટે આશરો લઈને બેઠા છે.
કૂતરા વરસાદથી બચવા હાથી નીચે પહોંચ્યા
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હાથીનો એક પગ લોખંડની સાંકળથી ઝાડ સાથે બંધાયેલો છે અને આસપાસ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં જ્યારે કૂતરાઓ વરસાદથી છુપાવવા માટે હાથીની નજીક પહોંચ્યા, ત્યારે હાથીએ તેમને જરાય હેરાન કર્યા વગર અત્યંત શાંતિથી પોતાની જગ્યાએ ઊભા રહેવાનું પસંદ કર્યું. કૂતરાઓ પણ કોઈપણ પ્રકારના ડર કે સંઘર્ષ વગર હાથીની આસપાસ એકદમ આરામથી ઊભેલા નજરે પડે છે. સમગ્ર વીડિયો દરમિયાન હાથી ક્યારેક પોતાની સૂંઢ અને પગ હલાવતો જોવા મળે છે, પરંતુ તે આ મૂગા પ્રાણીઓ પ્રત્યે સંપૂર્ણપણે સહજ અને દયાળુ દેખાય છે.
https://twitter.com/susantananda3/status/2105604141653676381
