સપા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન પોતાના વર્તનને લઇને લાઇમલાઇટમાં રહે છે. ક્યારેક તે મીડિયા પર ભડ઼કે છે તો ક્યારેક તેના ફેન્સ પર. એક સેલ્ફી કે ફોટો લેવા જેવી નાની બાબતે જયા બચ્ચનનું તોછડુ વર્તન જોવા મળે છે. ત્યારે ગઇકાલે વધુ એકવાર જયાબચ્ચને એક ફેન્સને સેલ્ફી લેવા જેવી બાબતે હડધૂત કરી દીધો. જયા બચ્ચનનુ આ રિએક્શન જબરદસ્ત વાયરલ થયુ છે. લોકો તેમના વર્તનની ટીકા કરી રહ્યા છે. ત્યારે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી..


કંગનાએ આપી પ્રતિક્રિયા

કંગના રનોત જયાબચ્ચનના આવા વર્તન પર નારાજગી વ્યક્ત કરી અને તે વાયરલ વીડિયોને શેર કરીને કહ્યું કે સૌથી ખરાબ સંસ્કાર વાળી અને પ્રિવિલેજ મહિલા છે. તેણે કહ્યું કે લોકો તેમનુ આ નોનસેન્સ અને નખરા એટલા માટે સહન કરે છે કારણ કે તે અમિતાભ બચ્ચનના પત્ની છે. આ પ્રકારનું અપમાન શરમજનક છે. આ સાથે જ કંગનાએ સપા પાર્ટી પર પણ નિશાન સાધ્યુ. તેણે વીડિયો શેર કરતા કહ્યું કે સપાની લાલ ટોપી પહેરેલા જયા બચ્ચન જોવા મળી રહ્યા છે. આ લાલ ટોપી મરઘીની કલગી જેવી લાગી રહી છે અને જયા બચ્ચન લડાકુ મરઘી જેવી. ઘણુ શરમજનક..


શું છે મામલો ?

તમને જણાવી દઈએ કે સંસદ ભવનના પરિસરમાં એક વ્યક્તિએ તેમની પરવાનગી વિના તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન જયા બચ્ચને તે વ્યક્તિને ઠપકો આપ્યો અને ધક્કો મારતા તેને દૂર ધકેલી દીધો. તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી જ્યારે સપા સાંસદ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થયા હોય.


  • Follow us on: