સોશિયલ મીડિયા પર હાલમાં એક ક્યૂટ અને હસતી નાની બાળકીનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં લાગણીશીલ સોન્ગ પણ વાગી રહ્યુ છે આ વીડિયોને શેર કરીને મોટાભાગના યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે આ માસૂમ બાળકીને તેના સ્વાર્થી માતાપિતાએ તરછોડી દીધી છે. કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના મહારાષ્ટ્રના નાસિકની છે, જ્યાં એક દંપતીએ માત્ર પુત્રી હોવાના કારણે અને પુત્રની ઇચ્છામા જ આ નાની બાળકીને ત્યજી દીધી હતી. પરંતુ આ વાયરલ વીડિયોની હકીકત તો કંઇક અલગ જ નીકળી. 

વાયરલ વીડિયોનું ફેક્ટ ચેક

આ વાયરલ વીડિયોની સત્યતા ચકાસવા માટે જ્યારે તેના કીફ્રેમ્સને ઇન્ટરનેટ પર રિવર્સ-સર્ચ કરવામાં આવ્યા, ત્યારે આખો મામલો સ્પષ્ટ થઈ ગયો. આ વીડિયો વાસ્તવમાં યશિકા પાટીદાર નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 4 જુલાઈના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટના અસલ કેપ્શનમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ દ્રશ્ય કોઈ વાસ્તવિક ઘટના સાથે જોડાયેલું નથી, પરંતુ તે "નવું વર્ષ" નામની એક શોર્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્માવવામાં આવ્યું છે.

https://www.instagram.com/reel/DaWbYmBo6Rn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

વીડિયોમાં કેમેરામેન પણ નજરે પડ્યો

આ વીડિયોમાં પહેલા તો એવું લાગશે કે આ બાળકી જમીન પર મૂકીને ચાલ્યુ ગયુ હશે. પરંતુ ધીમે ધીમે આસપાસ લોકોના પગ ચહેરા દેખાય છે અને વીડિયોના અંતમાં કેમેરામેન અને શૂટિંગ દરમિયાન વપરાતી પ્રોફેશનલ લાઈટ્સ સ્પષ્ટપણે નજરે પડે છે. એટલું જ નહીં, આ જ શૂટિંગનો બીજો એક પડદા પાછળનો વીડિયો પણ ઉપલબ્ધ છે, જેમાં ડાયરેક્ટરના એક્શન બોલ્યા પછી શૂટિંગ શરૂ થાય છે અને એક અભિનેતા બાળકને ખોળામાં લઈને રડવાનું નાટક કરતો દેખાય છે. આ ઉપરાંત, એક વ્યક્તિ કલાકારોને દ્રશ્ય કેવી રીતે ભજવવું તેની સૂચનાઓ આપતો પણ નજરે પડે છે.

વીડિયો માત્ર એક કાલ્પનિક શોર્ટ ફિલ્મ

આ ફેક્ટ ચેકથી સાબિત થાય છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પુષ્ટિ વગર ખોટા અને ભાવનાત્મક દાવાઓ સાથે વાયરલ થતી વાતો પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ. આ વીડિયો માત્ર એક કાલ્પનિક શોર્ટ ફિલ્મના શૂટિંગનો હિસ્સો છે.

આ પણ વાંચોઃ Tamil Nadu પોલીસે ઉદયનિધિ સ્ટાલિનની કરી ધરપકડ, અભિનેત્રી તૃષા પર કરી હતી વિવાદિત ટિપ્પણી